News Portal...

Breaking News :

સમગ્ર વિશ્વમાં તા ૨૧મી જુનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

2024-06-21 17:31:02
સમગ્ર વિશ્વમાં તા ૨૧મી જુનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.


આ વર્ષે “સ્વયં અને સમાજ માટે યોગ” થીમ સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.


જેના ભાગરૂપે વડોદરા જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પાદરા તાલુકાના ચાણસદ,નારાયણ સરોવર ખાતે યોજાયો હતો. આ ઉપરાંત  વ્યાસેશ્વર મહાદેવ - દેના, ભીમનાથ મહાદેવ સાવલી,એમ.કે. હાઈસ્કુલ,ડેસર તાલુકા પ્રાથમિક શાળા વાઘોડીયા,લકુલેશ વિદ્યામંદિર, કાયાવરોહણ,ગજાનંદ આશ્રમ,માલસર અને નારેશ્વર મંદિર લીલોડ ખાતે તાલુકા કક્ષાના કાર્યક્રમ યોજાયા હતા.


ચાણસદ નારાયણ સરોવર ખાતે યોજાયેલ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સાંસદ ડો.હેમાંગ જોષી, ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, અધિક્ષક રોહન આનંદ સહિત ઉચ્ચ અધિકારીઓ,સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો,ગ્રામજનો સહિત શાળાના વિદ્યાર્થીઓ સહભાગી થઈ યોગાભ્યાસમાં જોડાયા હતા.ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકો દ્વારા આયુષ મંત્રાલયના નિર્ધારિત પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો.

Reporter: News Plus

Related Post