વડોદરા: આજવા રોડ નજીક આવેલી આશ્રયવાટિકા સોસાયટીમાં મોનિટર લિઝાર્ડ જોવા મળતાં સ્થાનિકોમાં થોડીવાર માટે ચિંતા ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં GSPCA સંસ્થાના સ્વયંસેવક રમેશભાઈ અને યશ પટેલ સ્થળ પર પહોંચ્યા હતા. બંને સ્વયંસેવકોએ સાવચેતીપૂર્વક કાર્યવાહી હાથ ધરી આશરે 3થી સાડા 3 ફૂટ લાંબી મોનિટર લિઝાર્ડનું સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યું હતું.
રેસ્ક્યૂ દરમિયાન મોનિટર લિઝાર્ડને કોઈ ઈજા ન થાય અને આસપાસના લોકોને પણ નુકસાન ન પહોંચે તેની ખાસ કાળજી લેવામાં આવી હતી. સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યા બાદ મોનિટર લિઝાર્ડને વનવિભાગને સોંપવામાં આવી હતી. વનવિભાગ દ્વારા જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
GSPCAના સ્વયંસેવકોની સમયસર કામગીરીને કારણે મોનિટર લિઝાર્ડને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી હતી અને સોસાયટીના રહેવાસીઓને પણ રાહત મળી હતી.
Reporter: admin







