News Portal...

Breaking News :

અમદાવાદ પહેલા વરસાદમાં ગળાડૂબ બન્યું : પ્રી મોન્સૂનની કામગીરીનો ફિયાસ્કો

2024-06-30 17:43:37
અમદાવાદ પહેલા વરસાદમાં ગળાડૂબ બન્યું : પ્રી મોન્સૂનની કામગીરીનો ફિયાસ્કો


અમદાવાદમાં સાબેલા ધાર ૪થી ૬ ઇંચ વરસાદ થી આખુ અમદાવાદ પાણીમાં ડૂબયું છે. ૧૩૨  ફૂટ રોડ, ગોતા, બોપલ, અંદરપાસ સહિત અનેક વિસ્તારોમાં સવારથી જ વરસાદી માહોલ બન્યો છે. ત્યારે હાલ હવામાન વિભાગે આગામી ૨૪ કલાકને લઈને નાઉ કાસ્ટ જાહેર કર્યું છે. 


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સમયમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે સામાન્ય છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના નવ જિલ્લામાં  ભારે વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કોસ્ટલ એરિયામાં ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે. સંઘપ્રદેશ દાદરા અને નગરહવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે.આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીની પણ આગાહી કરાઈ છે. આગામી ત્રણ કલાકમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં, અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 


દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક સ્થળે અતિભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદ પડશે. આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.ગુજરાતમાં સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું કે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદ આવશે. રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આજે દક્ષિણ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે. તો આજે નવસારી, વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી છે.

Reporter: News Plus

Related Post