પેસેન્જરો ભરેલી ડબલ ડેકર ટ્રેન નંબર (12935) ના ડબ્બા સુરત નજીક છૂટા પડી ગયા. જેથી મુસાફરોના જીવ અદ્ધર થઇ ગયા હતા.
જોકે સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી. અકસ્માતની જાણ રેલવેનો ટેક્નિકલ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. હાલમાં રેલવેની ટેક્નિકલ ટીમ નિરીક્ષણ કરી રહી છે કે કઇ રીતે ટ્રેનના ડબ્બા છૂટા પડી ગયા હતા. હાલમાં ટેક્નિકલ ખામીના લીધે ટ્રેનના ડબ્બા છૂટા પડી ગયા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.
Reporter: admin