News Portal...

Breaking News :

વડોદરા એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન : ફતેગંજ વિસ્તારમાં ચકકાજામ કરી વિરોધ પ્રદર્શન

2025-02-13 14:38:16
વડોદરા એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન : ફતેગંજ વિસ્તારમાં ચકકાજામ કરી વિરોધ પ્રદર્શન


વડોદરા : એસ. સી. અને એસ. ટી.  વિદ્યાર્થીઓને સ્કોલર શિપ ન મળતા ભાજપની વિદ્યાર્થી પાંખ દ્વારા જ સરકારનો વિરોધ કરવામાં આવ્યો છે. 


29 સરકારી લો કોલેજમાં એડમિશન નહી મળતા આંદોલન કરવામાં આવ્યું છે.યુનિવર્સીટી પેવેલિયન થી ફતેગંજ પહોંચી ચક્કાજામ કરાયો હતો.એ.બી.વી.પી ના વિદ્યાર્થીઓનો ફતેગંજ સર્કલ ખાતે ચક્કાજામ કર્યો હતો. લગભગ એક કલાક સુધી ચક્કાજામ કરતા બે કિલોમીટર સુધીની વાહનોની લાઈનો લાગી હતી.ચક્કા જામને પગલે ટ્રાફિક વ્યવહાર ખોરવાયો હતો.એસીપી, પી.આઈ સહિત ના પોલીસ અધિકારીઓ એ વિરોધ કરતા વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.


ટીંગા ટોળી કરી પોલીસના ડબ્બામાં વિદ્યાર્થીઓને બેસાડ્યા હતા.લગભગ અડધા કલાકની જહેમત બાદ પોલીસે આંદોલન કર્તાઓની અટકાયત કરી હતી. 20 થી વધુ એબીપીના વિદ્યાર્થીઓને સયાજીગંજ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.અન્ય વિદ્યાર્થીઓ પણ પોલીસ મથકે પહોંચ્યા હતા.

Reporter: admin

Related Post