News Portal...

Breaking News :

ચૂંટણી પૂરી થતાં હવે આઈએએસ અધિકારીના બદલીનો ગંજીફો ચીપાશે

2024-06-12 09:42:08
ચૂંટણી પૂરી થતાં હવે આઈએએસ અધિકારીના બદલીનો ગંજીફો ચીપાશે


મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરની પણ બદલી થવાના એંધાણ રાજકોટની ઘટના બાદ સરકાર કોઈપણ રિસ્ક લેવા નથી માંગતી લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે અને હવે રાજ્યમાં નવા ફેરફાર પણ આવશે  ભાજપમાં પણ પ્રદેશ પ્રમુખ તો બદલાશે સાથે સાથે સરકારમાં પણ ફેરફાર થવાની શક્યતા છે.


તો તેની સાથે રાજ્યમાં કેટલાક આઈએએસ અધિકારીઓને પણ બદલી થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે. રાજકોટની ઘટના બાદ કેટલાક મ્યુનિસિપલ કમિશનરને પણ બદલી કરવામાં આવે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા.આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની બદલી પણ કરવામાં આવી પરંતુ જે લોકો કેટલાક સમયથી અડીંગો જમાવીને બેઠા છે તેવા અધિકારીઓની પણ બદલી હવે ચૂંટણી પૂર્ણ થયા બાદ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. ઉપરાંત રાજકોટની ઘટના બાદ મહાનગરોમાં પણ અનેક ફેરફાર કરવાની શક્યતાઓ છે મ્યુનિસિપલ કમિશનરની પણ બદલી કરવામાં આવે તેવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે 


અંતરંગ વર્તુળોના જણાવ્યા અનુસાર રાજકોટની ઘટનાથી રાજ્ય સરકાર હચમચી ગઈ છે અને તેઓ કોઈપણ કાળે અડિંગો જમાવીને બેઠેલા મ્યુનિસિપલ કમિશનર અને અન્ય અધિકારીઓને જે તે જગ્યાએ રાખવાના મૂડમાં નથી. અને તેના કારણે ટૂંક જ સમયમાં અનેક અધિકારીઓની બદલી થાય તેવી શક્યતાઓ છે. વડોદરામાં પણ થોડા મહિનાઓ અગાઉ હરણીકાંડ સર્જાયો હતો અને તેમાં જે જવાબદારો હતા તેવા લોકો સામે પગલાં ભરવામાં વહીવટી તંત્ર તદ્દન નિષ્ફળ નીકળ્યું છે ત્યારે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે વડોદરામાં પણ ધડમૂળથી ફેરફાર કરવામાં આવશે.માત્ર ભાજપના સંગઠનમાં જ નહીં પરંતુ મહાનગરપાલિકાના અધિકારી ગણમાં પણ ફેરફાર કરવામાં આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે અને સંભવત મ્યુનિસિપલ કમિશનરની પણ બદલી થાય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

Reporter: News Plus

Related Post