News Portal...

Breaking News :

એકસો બાવીસ લોકોના મોત ની ઘટના બાદ ભોલે બાબા ફરાર સત્સંગ આયોજનના ઈન્ચાર્જ દેવ પ્રકાશ મધુકર (એન્જિનિયર)ની ધરપકડ

2024-07-06 10:19:14
એકસો બાવીસ લોકોના મોત ની ઘટના બાદ ભોલે બાબા ફરાર સત્સંગ આયોજનના ઈન્ચાર્જ દેવ પ્રકાશ મધુકર (એન્જિનિયર)ની ધરપકડ


હાથરસ: એકસો બાવીસ લોકોના મોત ની ઘટના બાદ ભોલે બાબા ફરાર છે. પોલીસે તેની સતત શોધખોળ કરી રહી છે. આ માટે પોલીસે ઘણા આશ્રમોમાં દરોડા પાડ્યા હતા અને ઘણા લોકોની પૂછપરછ પણ કરી હતી, તેમ છતાં બાબા ક્યાં છુપાયો છે, તેની વિગતો મળી નહતી. 


હાથરસના પોલીસ અધિકારીએ આ અંગે મીડિયા સાથે વાત કરતા એમ પણ કહ્યું હતું કે સત્સંગની પરવાનગી આયોજનના ઈન્ચાર્જ દેવ પ્રકાશ મધુકર (એન્જિનિયર)ના નામે માંગવામાં આવી હતી. હાથરસ પોલીસે FIRમાં મુખ્ય આરોપી તરીકે મધુકરનું નામનનું ઉલ્લેખ કર્યું હતું. તેના ફરાર થયા બાદ તેની ધરપકડ પર 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.સૂત્રોના જણાવ્યા મુજબ ભોલે બાબા મેનપુરીના આશ્રમમાં છુપાઈને બેઠો છે. 


એવું કહેવાય છે કે, ઘટના બાદ બાબા ગાડીમાં સીધો આ જ સ્થળે ગયો છે.દુર્ઘટનાના મુખ્ય આરોપી દેવ પ્રકાશ મધુકરની દિલ્હીના ઉત્તમ નગરમાંથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેના પર 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. જો કે સૂરજ પાલ ઉર્ફે ભોલે બાબાના વકીલ એપી સિંહે દાવો કર્યો છે કે મધુકરે યુપી પોલીસ અને STF સમક્ષ સરેંડર કર્યું છે. વકીલે કહ્યું કે મધુકર હૃદય રોગથી પીડિત છે. આથી તેણે પોલીસ સમક્ષ સરેંડર કર્યું છે.

Reporter: News Plus

Related Post