News Portal...

Breaking News :

ઇન્દોર હાઇવે પર ઈકો કાર અને ગાય વચ્ચે અકસ્માત સર્જાયો:પાંચ લોકોમાંથી ચાર લોકોનાં ઘટના સ્થળે મોત

2025-01-17 11:29:10
ઇન્દોર હાઇવે પર ઈકો કાર અને ગાય વચ્ચે અકસ્માત સર્જાયો:પાંચ લોકોમાંથી ચાર લોકોનાં ઘટના સ્થળે મોત


અમદાવાદ: ઇન્દોર હાઇવે પર રાત્રિ દરમિયાન એક ઈકો કાર અને ગાય વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી ઓઢવાડ જતી વખતે અચાનક હાઇવે પર ગાય આવી જતાં કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલટી ખાઈ ગઈ હતી. 


આ અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકોમાંથી ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં. મૃતકો બાલાસિનોરના રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. કઠલાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.કઠલાલ પાસેથી અમદાવાદ-ઈન્દોરને જોડતો હાઈવે પસાર થાય છે. ગતરોજ મોડીરાત્રે અહીંયાથી ઈકો કાર નંબર (GJ 35 N 1079) પસાર થઈ રહી હતી. આ દરમિયાન રોડ વચ્ચે એકાએક ગાય આવી ગઈ હતી. જેથી ઈકો કાર ચાલકે કારના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા આ કાર હાઈવેના ડિવાઈડર પર ચઢી ગઈ હતી. ત્યારબાદ લાઈટના લોખંડના પોલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારનો આગળના ભાગનો લોચો વળી ગયો હતો. તો બીજી તરફ કારમાં સવાર કાર ચાલક સહિત 4 લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજયા હતા.આસપાસના લોકો અકસ્માત સમયે દોડી આવ્યા હતા અને 4 લોકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. તો વળી કારમાં સવાર એક વ્યક્તિને ઈજા થતા તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ બાદ કઠલાલ પોલીસ બનાવ સ્થળે દોડી આવી હતી. તપાસ અધિકારી કઠલાલ પીઆઈ એમ.વી.ભગોરાએ જણાવ્યું કે, ઈજાગ્રસ્ત ફરિયાદી સંજય પુજસિહ ઠાકોરની ફરિયાદના આધારે ગુનો દાખલ કરાયો છે. વધુમાં તેમણે જણાવ્યું કે, આ બનાવમાં કુલ 4 લોકોના મોત નિપજ્યા છે. જેમાં કાર ચાલક સહિત 4નો સમાવેશ થાય છે.




મૃતકોના નામ
વિનોદભાઈ  સોલંકી (ઈકો કાર ચાલક)
પુજાભાઈ ઉર્ફે પુજેસિંહ અરજનભાઇ સોલંકી (ઉ.વ. 45)
સંજયભાઇ  ઠાકોર (ઉ.વ.32)
રાજેશકુમાર ઠાકોર (સોલંકી) (ઉ.વ.31)

Reporter: admin

Related Post