News Portal...

Breaking News :

રામનવમીની શોભાયાત્રા પૂર્વે તલવાર સાથે યુવક ઝડપાયો

2025-04-04 09:40:37
રામનવમીની શોભાયાત્રા પૂર્વે તલવાર સાથે યુવક ઝડપાયો


ભાડવાડામાં ખ્વાઝા પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં પોલીસે તપાસ કરતાં 2 સ્ટીલની તલવાર મળી આવી હતી...



આગામી રામનવમીની શોભાયાત્રા પૂર્વે શહેર પોલીસ દ્વારા સઘન કોમ્બિગ અને ચેકીંગ શરુ કરાયું છે ત્યારે કુંભારવાડા પોલીસે બાતમીના આધારે યુવકને 2 તલવાર સાથે ઝડપી લીધો હતો. કુંભારવાડા પોલીસને બાતમી મળી હતી કે ભાડવાડા રહેમતનગરમાં ખ્વાઝા પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં હથિયાર છે જેથી પોલીસે તપાસ કરતાં 2 સ્ટીલની તલવાર મળી આવી હતી. પોલીસે સ્ટીલની 2 તલવાર સાથે વાહીદ કલીમખાન પઠાણ (રહે, તસ્કંદ બિલ્ડીંગ ભાંડવાડા)ને ઝડપી પાડ્યો હતો.અને વધુ તપાસ શરુ કરી હતી

Reporter: admin

Related Post