વડોદરા :સયાજી હોસ્પિટલની કેન્ટીંગમાં ભોજન લેનાર યુવાનને ફૂડ પોઈઝનિંગ થયા બાદ આજે પાલિકાના આરોગ્ય વિભાગે અહીં ચેકિંગ કર્યું હતું અને કેન્ટીનને શિડયુલ ચારની નોટિસ અપાઈ હતી.
છેલ્લા એક સપ્તાહથી 21 વર્ષીય અંકિત પવન કુમાર સયાજી હોસ્પિટલની કેન્ટીનમાં જમતો હતો. દરમિયાન તેને ઝાડા, ઉલટી થયા હતા અને ફૂડ પોઝનિંગની અસર જણાતા તે સયાજી હોસ્પિટલમાં દાખલ થયો હતો. સમગ્ર ઘટના બાદ પાલિકાના આરોગ્ય વિભાગની ખોરાક શાખાના ફૂડ ઇન્સ્પેક્ટરે આજે અહીં તપાસ હાથ ધરી હતી. કેન્ટીનને શિડ્યુલ ચારની નોટિસ આપવા સાથે ખાદ્ય પદાર્થના નમુના લેવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, જો કેન્ટિંગની કોઈ ગંભીર બેદરકારી જણાશે તો કેન્ટીન બંધ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
...
Reporter: admin