વડોદરા : માંજલપુર ઇવા મોલ પાસે ડ્રીમ આઇકોનિયા ફ્લેટ આવેલુ છે.જ્યા આજરોજ ફ્લેટના નવ માળેથી એક યુવકે મોતની છલાંગ લગાવી હતી.

માંજલપુર સ્થિત ડ્રીમ આઈકોનિયા ફ્લેટના નવમાં મજલેથી ધોબીનો વ્યવસાય કરતા બિજેશ પરદેશીએ પડતું મૂકી મોતને વ્હાલુ કર્યુ છે. ફ્લેટમાં દરરોજ કપડા લેવા આવતા બ્રિજેશની આત્મહત્યાનું કારણ અકબંધ છે. ભાઈ ગૌરાંગ પરદેશી અને સિક્યુરિટીએ માહિતી આપી હતી . સમગ્ર બનાવને લઈ માંજલપુર પોલીસ સ્ટેશનને જાણ કરતા માંજલપુર પોલીસ તાત્કાલિક ધટના સ્થળે આવી તપાસ હાથ ધરી છે.


Reporter: admin