News Portal...

Breaking News :

આખા વર્ષ માટે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવાનો વિચાર કરવો જોઈએ

2024-11-11 14:20:13
આખા વર્ષ માટે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવાનો વિચાર કરવો જોઈએ


દિલ્હી : સુપ્રીમ કોર્ટે કહ્યું કે ફટાકડા પર પ્રતિબંધ માત્ર આઈવોશ છે. શું કોઈને પ્રદુષણ ફેલાવવાનો મૌલિક અધિકાર છે? 


આ પ્રતિબંધ માત્ર દિવાળી પુરતો જ નહિ પરંતુ આખા વર્ષ દરમિયાન હોવો જોઈએ. લગ્ન અને ચૂંટણીમાં જીતના સમયે ફટાકડા ફોડવામાં આવે છે, પોલીસે શું કાર્યવાહી કરી? શું દિલ્હી પોલીસ દાવો કરી રહી છે કે દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ છે. શું પોલીસે વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે, તમે જે જપ્ત કર્યું છે તે ફટાકડાનો કાચો માલ હોઈ શકે છે.


સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસ કમિશ્નરને ફટાકડા પર પ્રતિબંધ પર વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરવાનો આદેશ આપતા કહ્યું કે કમિશનરે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ અને ફટાકડાનું ઓનલાઈન વેચાણ પણ બંધ કરવું જોઈએ.આ સાથે સુપ્રીમે ટિપ્પણી કરી હતી કે, કોઈ પણ ધર્મ પ્રદૂષણને પ્રોત્સાહન આપતો નથી. આ લોકોના સ્વાસ્થ્યના અધિકારની વાત છે. કોર્ટે કહ્યું કે દિલ્હી સરકારે આખા વર્ષ માટે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવાનો વિચાર કરવો જોઈએ. દિલ્હી પોલીસ કમિશનરે આ અંગે વ્યક્તિગત સોગંદનામું દાખલ કરવું જોઈએ.

Reporter: admin

Related Post