ડભોઇ : કલેકટર ક્યારે શિક્ષક બનાવી શકતો નથી પણ એક શિક્ષક કલેક્ટર ડોક્ટર વકીલ એન્જિનિયર વિગેરે બનાવી શકે છે

વિકસિત ભારત બનાવવું હશે તો ખૂણે ખૂણે શિક્ષણ આરોગ્ય પહોંચાડવું પડશે નો છોટાઉદેપુર સાંસદ જશુભાઈ રાઠવા એ દયારામ કેળવણી મંડળ સંચાલિત ડભોઇ એમ.એચ.દયારામ શાળામાં કલરવ 2024 આનંદ ઉત્સવમાં જણાવ્યું હતું. દયારામ કેળવણી મંડળ સંચાલિત ડભોઇ એમ.એચ.દયારામ પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકો માટે કલરવ 2024 કાર્યક્રમ યોજાયો હતો.જેમાં શાળા ના પ્રમુખ દિપકભાઇ ગોપાલભાઈ ભોઈવાલાએ ઉપસ્થિત મહાનુભવોનું પુષ્પ ગુચ આપી શાબ્દિક સ્વાગત કર્યું હતું.

ત્યારબાદ દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ટીમલી ડાન્સ આદીવાસી નુત્ય ગીત સંગીત શહીદ બાળકોએ ૧૭ કૃત્યૌ રજૂ કરી હતી ઉપસ્થિત મેદની ભાવ વિભોર બની ગઈ હતી. આ પ્રસંગે સાંસદ જસુભાઈ રાઠવા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ સુભાષભાઈ ભોજવાણી પીએસઆઇ ગોહિલ શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં પછી રહ્યા હતા વિગેરે મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ટ્રસ્ટીમંડળ સહિતના લોકોએ કલરવ આનંદ ઉત્સવ કાર્યક્રમ ની મજા માણી હતી. શાળાના આચાર્ય સુનિલભાઈ ડી રાઠવા એ આભાર વિધિ સંપન્ન કરી હતી.




Reporter: admin