વડોદરા : શહેરમાં રખડતા કુતરાના ત્રાસની સાથે સાથે હવે ભૂંડોનો ત્રાસ પણ ખૂબ વધી ગયો છે ત્યારે માંજલપુર વિસ્તારમાં ગઈકાલે સવારે રખડતા ભૂંડે એક મહિલા પર હુમલો કરી ઘાયલ કરી દીધી હતી જેને બચાવવા આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા
ઘવાયેલી મહિલાને 108 ની મદદથી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.વડોદરા શહેરમાં રખડતી ગાયો હોય કે રખડતા કુતરાને કારણે રોજબરોજ અકસ્માતના કે કૂતરાએ કરડીયા હોવાના અનેક કિસ્સાઓ બને છે ત્યારે આજે માંજલપુર વિસ્તારમાં એક મહિલાને ભૂંડે હુમલો કરી સખત રીતે ઘાયલ કરી દીધા હતા.વડોદરાના માંજલપુરમાં ભૂંડોનો ત્રાસ મહિલા પર ભૂંડે હુમલો કરી કૂતરાની જેમ બચકા ભર્યા માંજલપુર વિસ્તારમાં ઘરકામ કરતા કામવાળી બાઈ કુસુમબેન પટેલ સમાજ ગરબા ગ્રાઉન્ડ પાસે આવેલી ગજાનંદ સોસાયટીમાં થી કામ કરીને ઘર બહાર નીકળ્યા હતા
ત્યારે નજીકના કોમન પ્લોટ પાસેથી પસાર થતાં હતા ત્યારે અચાનક એક ભૂંડ દોડી આવી તેમની પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલો થતાં કુસુમબેનને નીચે પાડી દીધા હતા અને શરીર પર બચકા ભરવાની શરૂઆત કરી દીધી હતી. ભૂંડના હુમલાથી બચવા માટે મહિલાએ પાંચ મિનિટ સુધી સંઘર્ષ કરતા રહ્યા હતા તેની સાથે સાથે તેમણે બૂમાબૂમ કરતા આજુબાજુના મકાનમાં રહેતા લોકો દોડી આવ્યા હતા અને ભૂંડને ભગાડવાનો પ્રયત્ન કર્યો હતો. અચાનક થયેલા ભૂંડના હુમલાને કારણે લોકો ભયભીત થઈ ગયા હતા લોકોએ ભૂંડને પથ્થરો મારી ભગાડ્યો હતો.
Reporter: admin