ટંકારા: વ્યસન માણસોનો પીછો મૂકતું જ નથી વ્યસની વ્યક્તિ ગમે તેવી સ્થિતિમાં પણ પોતાના વ્યસનને જ મહત્વ આપતો હોય છે તેવું આપણે સાંભળ્યું હશે પરંતુ આ વાતને સાબિત કરતો આજે જીવતો જાગતો કિસ્સો ટંકારા પંથકમાં જોવા મળ્યો હતો જ્યાં છોટા હાથી નદીમાં ખાબક્યું હતું
સદનસીબે ચાલકનો જીવ તો બચી ગયો હતો પરંતુ નદીમાં જીવના જોખમની સ્થિતિમાં પણ ચાલક માવો બનાવતો નજરે પડ્યો હતો. ટંકારા ધ્રોલ હાઈવે પર ખાખરા ગામ નજીક પસાર થતી નદીના પુલ પરથી છોટા હાથી નદીમાં ખાબક્યું હતું સામાન ભરેલ છોટા હાથી નદીમાં પડી ગયું હતું સદનસીબે વાહનચાલક બચી ગયો હતો ચાલક છોટા હાથી પાણીમાં પડ્યું તેની કેબીન પર બેસી ગયો હતો
અને નદીના પાણીમાં જીવના જોખમ ભરેલી સ્થિતિમાં તે માવો બનાવતો જોવા મળ્યો હતો જે વિડીયો હાલ સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે મિનરલ વોટર ભરેલ છોટા હાથી નદીમાં ખાબક્યું હતું જેથી પુલ પર લોકો ભેગા થઇ ગયા હતા ક્રેનની મદદથી ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો.
Reporter: admin