વડોદરા : દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી ગણાતી ભારતીય જનતા કચરાના ઢગલામાંથી ભાજપના ખેસ અને ટોપીનો જથ્થો કચરામાં પડેલો મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
શહેરના પોલો ગ્રાઉન્ડ ખાતે કચરાના ઢગલામાંથી ભાજપના ખેસ અને ટોપીનો જથ્થો કચરામાં પડેલો મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ જથ્થો કોના દ્વારા નાખવામાં આવ્યો છે તે અંગે રહસ્ય હજુ પણ અકબંધ રહ્યું હતું જો કે ભાજપના કાર્યકરો અને જાણતા હતા તેઓ જથ્થો લેવા માટે દોડી ગયા હતા.દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી ગણાતી ભારતીય જનતા પાર્ટીનો સુરજ અત્યારે મધ્યાનમાં તપી રહ્યો છે. ત્યારે બીજી તરફ આંતરિક જૂથબંધી પણ ચરમસીમાએ પહોંચી ગઈ છે.પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં કચરાના ઢગલામાં ભાજપના ખેસ અને ટોપીનો જથ્થો કચરામાં ફેંકી દીધેલી હાલતમાં મળી આવતા ભાજપના કાર્યકરોમાં દોડધામ મચી જવા પામી હતી.
વોર્ડ નંબર-13માં ભાજપના ત્રણ કાઉન્સિલરો છે અને એક કોંગ્રેસના કાઉન્સિલર છે. જ્યારે અકોટા વિધાનસભા લાગે છે ત્યારે આ જથ્થો કોણ ત્યાં નાંખી ગયો તે અંગે રહસ્ય સર્જાયું છે. ભાજપના કાર્યકરોને આ અંગેની જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા અને ભાજપના ફેસ અને ટોપીના જથ્થાને ભરી અને વાત બહાર ના આવે તેવા પ્રયાસો આદર્યા હતા. શહેર ભાજપમાં ચાલતી જૂથબંધી બહાર આવી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.અત્યાર સુધી લાખો લોકોની ટોપી ફેરવી, ટોપી પહેરાવી, હવે એ જ કાર્યકરો-નેતાઓ દ્વારા ભાજપની કમળ છાપ ટોપીઓને રસ્તા ઉપર નાખવામાં આવી રહી છે.કેટલાક હવે કેસરી ટોપી કે કેસરી ખેસ પહેરવાનું પસંદ કરતા નથી !વિરોધનો વંટોળ શરુ થયો છે.
Reporter: