વડોદરા કોર્પોરેશને આ વખતે નવી પહેલ કરવા અંતર્ગત એક ઇમેલ આઇડી જાહેર કરી શહેરીજનોને બજેટ અંગે પોતાના સૂચનો રજૂ કરવા જણાવ્યું હતું જેમાં નાગરિકો તરફથી કુલ ૧૯૮૨ સૂચનો મળ્યા હતા. જે પૈકી ૫૧૧ સૂચનોનો અગાઉથી અમલ થઈ ગયેલ છે.
૨૮૪ - સૂચનો વર્તમાન બજેટમાં રજૂ કરવામાં આવેલ છે.૬૩૨ સૂચનો વધુ વિચારણા હેઠળ હોઈ યોગ્ય કક્ષાએ ધ્યાને લઈ તેનો નિકાલ કરવામાં આવશે. ૫૬ સૂચનો ન એવા છે કે તેનો હાલ સ્વિકાર થઈ શકે તેમ નથી. ૩૭ સૂચનો અન્ય સરકારી વિભાગને લગતા હોવાનું જણાઈ આવ્યું - છે. જ્યારે ૩૬૨ સૂચનો ગર્વનન્સને લગતા છે.જેમાં બજેટમાં સમાવવામાં આવેલા સુચનોમાં જે કામો લેવામાં આવ્યા છે - તેમાં પાલિકાના કર્મચારીઓ અને પેન્શનરો માટે મેડિકલ બિલો બજેટમાં વધુ પ્રોવિઝન કરી ઓપીડી બિલો માટે હાલની નવીન પ્રથા દૂર કરી જૂની તથા પુનઃ ચાલુ કરવાની માંગ કરવામાં આવી છે.
ભાયલી સ્ટેશન તરફથી અટલાદરા સ્વામિનારાયણ મંદિરથી કલાલી બ્રિજ તરફના રસ્તે ફ્લાય ઓવર બ્રિજ બનાવવાનું સૂચન આવ્યું હતું. નાના તથા મોટા તળાવોને ઇન્ટરલિંગ કરવા જરૂરી છે. દશા માતા તળાવમાં તત્કાલિક સફાઈ તથા પોતાની મૂળભૂત સ્થિતિમાં લાવવાની માંગ કરાઈ છે. ભવિષ્યમાં વરસાઠી પરિસ્થિતિને જોઈ તેને પહોળી કરવી અને ઝાંસીની રાણી સર્કલથી અમીન પાર્ટી પ્લોટ તરફનિ કાસ બનાવવાની માંગ કરાય છે. સિટી બસ પરિવહન માટે બસોની સંખ્યા વધારવી તેમજ નવા અને આધુનિક બસ સ્ટેન્ડ મળે એવી માંગ કરાઈ હતી. નાગરિકોને તે અંગે જરુરી માહિતી તાત્કાલિક મોબાઈલ એપ્લિકેશન દ્વારા મળી શકે એવી વ્યવસ્થા થવી જોઈએ. વાડી હરણખાના રોડ સ્વામિનારાયણ મંદિરથી ગાજરાવાડી જવાના મુખ્ય માર્ગ પર નવીન ડ્રેનેજ લાઈન નાખવાની માંગ કરાઈ છે.
Reporter: admin