News Portal...

Breaking News :

મહિલા કર્મયોગી દિવસ અંતર્ગત નારી સરક્ષણ ગૃહ ખાતે કાર્યક્રમ યોજાયો

2024-08-06 18:04:49
મહિલા કર્મયોગી દિવસ અંતર્ગત નારી સરક્ષણ ગૃહ ખાતે કાર્યક્રમ યોજાયો


મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી વંદન સપ્તાહ ઉજવણી-૨૦૨૪ અંતર્ગત વિવિધ ક્ષેત્રમાં મહિલાઓના યોગદાન અને સન્માન માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યા હતા.


જેમાં મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા નારી સરક્ષણ ગૃહ ખાતે તારીખ: ૦૬-૦૮-૨૦૨૪ ના રોજ મહિલા કર્મયોગી દિવસ થીમ અંતર્ગત કામકાજના સ્થળે મહિલાઓની થતી જાતીય સતામણી અટકાવ અધિનિયમ-૨૦૧૩ અન્વયે સેમીનાર યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ૧૦૬ જેટલી ઉપસ્થિત બહેનોને દહેજ પ્રતિબંધક અધિકારી દ્વારા કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત વિસ્તૃત સમજૂતી આપવામાં આવી. ત્યારબાદ મહિલા અને બાળ અધિકારીની કચેરીની યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી. 


તેમજ ૧૮૧ અભયમ હેલ્પ લાઈનની ટીમ દ્વારા માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં એમ.એસ.યુનિવર્સીટીની વિધાર્થીનીઓ, આંતરિક ફરિયાદ સમિતિના બિન સરકારી સભ્યો, નારીગૃહમાં CSR એક્ટીવિટી કરાવતા કંપનીના મહિલા કર્મચારી તથા નારીગૃહની બહેનો ઉપસ્થિત રહેલ. આ સેમીનાર અંતર્ગત મંચસ્થ મહાનુભાવો જેવા કે મહિલા અને બાળ અધિકારી, દહેજ પ્રતિબંધક અધિકારી તથા DHEW વડોદરાના કર્મચારી તથા નારી સરક્ષણ ગૃહના મેનેજરશ્રી તથા ૧૮૧ ની ટીમ તથા PBSC કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા હતા.

Reporter: admin

Related Post