હોલી ડે પેકજમાં ફરવા માટે લઈ જવાનું કહીને લોકો પાસેથી ત્રણ લાખ ઉપરાંતની રકમ પડાવી ઠગાઈ આચરનાર ગુનામાં સંડોવાયેલા છેલ્લા 14 માસથી નાસતા ફરતા ઠગ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે મકરપુરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતો હોય તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં પાર્ક પ્રિવેરા હોસ્પિટાલિટી પ્રાઈવેટ લિમિટેડ કંપનીના ડાયરેક્ટરો તથા મેનેજર દ્વારા લોકોને ભારત તથા ભારત બહારના પાંચ વર્ષના હોલીડે પેકેજમાં લઈ જવાનું કહીને વર્ષ 2024માં લોકો પાસેથી રૂ. 3.01 લાખ રૂપિયા પડાવી લીધા હતા પરંતુ કોઇ ટુર લઇ જવામાં આવ્યાં ન હતા. જેની સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી.
દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે હોલિડે પેકેજના નામે ઠગાઈ કરનાર અને છેલ્લા 14 વર્ષથી નાસતો ફરતો આરોપી શશાંક જગદીશ શર્મા મકરપુરા વિસ્તારમાં આવેલા જ્યોતી એપાર્મેન્ટમાં ભાડાના મકાનમાં રહે છે. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમી મુજબના સ્થળ પર જઈને આરોપીને ઝડપી પાડયો હતો. ત્યારબાદ આરોપીને આગળની કાર્યવાહી માટે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.
Reporter: admin