વોર્ડ નંબર 2 માં આવેલ છાત્રાલયમાં યુવકો સાથે ભાજપાના હોદેદારો સંવિધાનના અનુસંધાને ગોષ્ટિ કરી

વડોદરા મહાનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તારીખ ૧૧ જાન્યુઆરી થી ૨૫ જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય કાર્યક્રમ ‘સંવિધાન ગૌરવ અભિયાનની ઉજવણી થનાર છે. ભાજપાએ હંમેશા સંવિધાનને સર્વોપરી માની નીતિઓ ઘડી છે તથા ડો બાબાસાહેબ આંબેડકરજીનું સન્માન અકબંધ રાખ્યું છે. બાબા સાહેબ અને સંવિધાન ને જો કોઈ વધુ સંન્માન આપી રહ્યું હોય તો એ ભાજપ આપે છે આ પાર્ટીની વિચારધારાને પ્રજા સમક્ષ મૂકવા વડોદરા મહાનગર અધ્યક્ષ ડો. વિજયભાઈ શાહના વડપણ હેઠળ તારીખ ૧૨ જાન્યુઆરી અને ૧૩ જાન્યુઆરીના રોજ શહેરના દરેક વોર્ડ કક્ષાએ મીટીંગ કરી હતી અભિયાનના ભાગ રૂપે આજે સમા સ્થિત બોયસ હોસ્ટેલ ખાતે વડોદરા શહેર મહામંત્રી તેમજ અનુ જાતિ મોરચાના પ્રમુખ અને કાઉન્સિલરો તેમજ યુવા મોરચા મહિલા મોરચા અને વોર્ડ 2 ના કાર્યકર્તા ઓની ઉપસ્થિતિ માં પત્રિકા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો સાથે વિધાર્થીઓ સાથે સંવિધાન અને ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરજી Siva ભાજપ એ આપેલા માન સંન્માનની વાત કરી હતી હંમેશા કોંગ્રેસ દ્વારા બાબા સાહેબ આંબેડકરજી ને અન્યાય કરાયો છે તેમજ કોંગ્રેસના શાસનમાં સંવિધાન સાથે કરવામાં આવેલા ચેડા, કટોકટી જેવા વિવિધ વિષય પર વિસ્તૃત ચર્ચા કરી વિધાર્થી ઓને માહિતગાર કર્યા હતા

આજ રોજ ૧૯ જાન્યુઆરીના સવારે યુવા મોરચા દ્વારા અનુ.જાતિ વિદ્યાર્થી છાત્રાલયોમાં અને મહિલા મોરચા દ્વારા કન્યા છાત્રાલયોમાં ગોષ્ટી અને પત્રિકા વિતરણનો કાર્યક્રમ કરાયો હતો જેમાં શહેર મહામંત્રી સત્યેનભાઈ કુલાબકર સંવિધાન ગૌરવ અભિયાનના ઇન્ચાર્જ અને અનુ જાતિ મોરચાના પ્રમુખ હર્ષદ પરમાર (વકીલ ) વોર્ડ 16 ના કોર્પોરેટર ઘનશ્યામ ભાઈ સોલંકી વોર્ડ 2 ના કાઉન્સિલર રસ્મિબેન વાઘેલા મહિલા મોરચાના મહામંત્રી શુભાંગીની બેન જાગતાપ તેમજ વોર્ડ 2 ના પ્રમુખ તેમજ કાર્યકર્તા યુવા મોરચાના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને પત્રિકા વિતરણ અને ગોષ્ટિનો કાર્યક્રમ સફળ બનાવ્યો હતો
Reporter: