વડોદરા સેન્ટ્રલ જેલમાં ગઈકાલે જડતી સ્કવોડનાસ્ટાફ દ્વારા સર્કલ વિભાગ યાર્ડ 12 માં બેરેક નંબર 8 ના કેદી જીવન ચતુરભાઈ સોલંકીની શંકાના આધારે સગન પૂછપરછ કરવામાં આવી હતી. તે દરમિયાન બેરેક નંબર 6 ની સામે ઝાડના થડ પાસે જમીનમાં ખાડો ખોદીને છુપાવી રાખેલો ગોલ્ડન કલરનો મોબાઈલ ફોન બેટરી સહિત અને સીમકાર્ડ વગરનો મળી આવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે તે પોતે તથા અન્ય કાચા કામના આરોપીઓ ધીરજ દિપકભાઈ કનોજીયા તથા અલ્પેશભાઈ વાગવાણી તથા પાકા કામના કેદી સતીશ ભીખાભાઈ પઢીયાર સાથે મળીને મોબાઈલ વાપરતા હતા. જેથીજેલર દ્વારા ચારેય કેદીઓ સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
Reporter: News Plus