સાન્ટા કેટારિના: બ્રાઝિલના સાન્ટા કેટારિના રાજ્યમાં એક દુ:ખદ અકસ્માત જોવા મળ્યો છે જેમાં ગરમ હવાના ફુગ્ગામાં સવાર 8 લોકોના મોત થયા છે.

જમીનથી લગભગ 100 ફૂટની ઊંચાઈએ, ગરમ ફુગ્ગો આગ પકડી લે છે અને નાશ પામે છે. બલૂનમાં બેઠેલા લોકો નીચે પડી જાય છે આ અકસ્માત બ્રાઝિલના સાન્ટા કેટારિના રાજ્યના પ્રેયા ગ્રાન્ડે શહેરમાં થયો હતો.
આકાશમાં ઉડતા ગરમ હવાના ફુગ્ગામાં અચાનક આગ લાગી ગઈ, જેમાં 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા અને 2 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
Reporter: admin