માનનીય કેબીનેટ મંત્રી(સામાજિક ન્યાય - અધિકારીતા તથા મહિલા અને બાળકલ્યાણ) ભાનુબેન બાબરીયાની પ્રેરણાથી સમરસ કુમાર છાત્રાલય વડોદરા ખાતે સમરસ છાત્રાલય પ્રવેશોત્સવ ૨૦૨૪-૨૫ અંતર્ગત તમામ છાત્રોના સ્વાગત તેમજ અભિવાદન કાર્યક્રમનું આયોજન તા.૦૪/૦૮/૨૪ ના રોજ કરવામાં આવ્યું હતું
જેમાં વડોદરા મહાનગર ભાજપા - અનુસૂચિત જાતિ મોરચાના શહેર પ્રમુખ હર્ષદભાઈ પરમાર (વકીલ) શહેર મોરચાના ઉપપ્રમુખ તથા સામાજિક કાર્યકર અશ્વિનભાઈ મકવાણા અને આર.બી.વસાવા (નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ - વડોદરા.) ડી.પી.ચભાડીયા(મદદનીશ કમિશનર-આદિજાતિ વિકાસ - વડોદરા.) એમ.ડી.તડવી (સમાજ કલ્યાણ અધિકારી સમરસ કુમાર છાત્રાલય,વડોદરા.) તેમજ હોસ્ટેલ વોર્ડન તથા હોસ્ટેલ સ્ટાફ તથા વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો તથા અધિકારીઓએ કાર્યક્રમને અનુલક્ષીને વિધાર્થીઓને પ્રોત્સાહન મળે તે અંગે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.
કાર્યક્રમ માં ઉપસ્થિત ભાજપા અનુ જાતિ મોરચાના પ્રમુખ હર્ષદ પરમાર (વકીલ )એ વિધાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર એ 21 સમરસ છાત્રાલયનું નિર્માણ કર્યું છે જેમાં 21000 વિધાર્થીઓ તેનો લાભ લે છે સરકાર અનુજાતિ અને જનજાતિ ઓબીસી અને ewc વિધાર્થીઓ માટે મફત રેહવાની જમવાની સુવિધા ધરાવતી આધુનિક છાત્રાલયનું નિર્માણ કરી વિદ્યાર્થીઓને સુવિધા પુરી પાડી છે સરકાર હમેશા આ તમામ સમાજના વિકાસ માટે કટિબદ્ધ છે અને તેમના માટે આવા વિકશીલ કાર્ય કરે છે વધુમાં વિધાર્થીઓ ને સંબોધન કરતા તેમણે જાણવાયું હતું કે આપણે મહાભારતના વીર યોદ્ધા અર્જુન જેવું લક્ષ્ય રાખવું જે માત્ર માછલીની આંખને લક્ષ્યમાં આંખ વીંધી હતી તેમ અર્જુનની માફક ભણતરનું એક લક્ષ્ય રાખી ઉચ્ચ અભ્યાસ કરી ડોક્ટર એન્જીનયર વકીલ આફિસર બની ઉચ્ચ પદવી મેળવી સમાજમાં ઉચ્ચ સ્થાન મળે અને માતા પિતાનું ગૌરવ વધે તેમ અભ્યાસ કરવા કહ્યું વિધાર્થીઓ ખુબ ઉત્સાહિત બની કાર્યક્રમમાં ભાગ લીધો હતો
Reporter: admin