શહેરના જાણીતા ઉદ્યોગપતિ બ્રીજ ગિરિશભાઈ શાહની દીકરી જીયા શાહ તથા જાણીતા ગાયનોકોલોજીસ્ટ ડો જીગર શાહની દીકરી એ આઠ વર્ષની કઠિન સાધના પછી આજે SSG હોસ્પિટલ ખાતે આવેલ મેડીકલ ઓડીટોરીયમ ખાતે પોતાનું જાહેર સ્ટેજ પરફોર્મન્સ આપ્યું હતું જેને વડોદરાના કલાપ્રેમી લોકો ખૂબ ઉત્સાહથી માણ્યું હતું એમ યુનિવર્સિટી ના પુર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે જણાવ્યું હતું.

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ગોલ્ડ મેડાલીસ્ટ ગુરુ રીમા શ્રીકાંતે અત્યાર સુધી હજારો ભરતનાટ્યમના કલાપ્રેમીઓને તૈયાર કર્યા છે.
આજે કાર્યક્રમમાં ખીચોખીચ ભરેલી વડોદરાની કલાપ્રેમી જનતાને સંબોધન કરતા જણાવ્યું હતું કે મેં પદ્મવિભૂષણ પ્રો સીવી ચંન્દ્રશેખર પાસે કલા ક્ષેત્રે મહારથ હાંસિલ કર્યા પછી મારા જીવન ને મેં આ ક્ષેત્રમાં જ ઢાળી દીધી છે. ગુરુ રીમા શ્રીકાંતે અમેરીકા,યુ.કે., રશીયા જાપાન સહિત અનેક દેશોમાં સ્ટેજ પરફોર્મન્સ આપી ભારતીય કલાને નવી ઊંચાઈ અપાવવામાં ખુબ મોટું યોગદાન આપ્યું છેઆજના કાર્યક્રમની માહિતી આપતા શહેરના ગાઈનોકોલોજીસ્ટ ડો જીગર મહેતા એ જણાવ્યું હતું કે મારી દીકરી ત્વીશા મહેતા ધોરણ ૯ માં ગ્રીન વેલી સ્કુલ માં ભણે છે અને બીજી દીકરી જીયા બ્રિજ શાહ ધોરણ ૧૧ માં સંતકબીર સ્કુલ માં અભ્યાસ કરે છે.

આ બંને દીકરીઓ એ ભરતનાટ્યમ શિખવા છેલ્લા આઠ વર્ષથી સખ્ત પ્રેક્ટિસ કરી આજે તેઓનો અરંગેત્રલ ભરતનાટ્યમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યુનિવર્સિટી ના પુર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, રાજસ્થાન જૈન સંઘ ના અગ્રણી રાજેશભાઈ જૈન, અશોક જૈન,ઘણા બધા ડોક્ટરો અને ઉદ્યોગપતિઓ બંન્ને દીકરી ના પરફોર્મન્સ ને વધાવવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એમ દીપક શાહે જણાવ્યું હતું






Reporter: admin