News Portal...

Breaking News :

પેરોલ રજા પર મુક્ત થઇ ફરાર થયેલો પાકા કામનો કેદી ઝડપાયો

2025-03-10 10:11:16
પેરોલ રજા પર મુક્ત થઇ ફરાર થયેલો પાકા કામનો કેદી ઝડપાયો


નેગોશીયલ એક્ટના ગુનામાં 1 વર્ષની સજા પામી પેરોલ રજા પર છુટ્યા બાદ પરત જેલમાં હાજર નહી થઇ ફરાર થઇ ગયેલા આરોપીને  ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. 


પોલીસે જણાવ્યું હતું કે વડોદરા મધ્યસ્થ જેલમાંથી પેરોલ, ફર્લો કે વચગાળાના જામીન મેળવી બહાર નિકળ્યા બાદ પરત જેલમાં હાજર નહી થઇ ફરાર થયેલા કેદીઓને શોધખોળ કરવાની કાર્યવાહી શરુ કરાઇ હતી જેમાં જેલ દ્વારા પોલીસને જાણ કરાઇ હતી કે અક્ષય નગીન વાળા (રહે, કંચનલાલનો ભઠ્ઠો, ગોત્રી) ને નેગોશીયલ એક્ટ 138ના ગુનામાં કોર્ટે 1 વર્ષની સજા ફરમાવી હતી અને તેને જેલમાં પાકા કામના કેદી તરીકે રાખવામાં આવ્યો હતો. 


અક્ષયને 25-02-2025ના રોજ જેલમાંથી પેરોલ રજા પર મુક્ત કરાયો હતો અને 5 માર્ચે તેને પરત ફરવાનું હતું પણ તે જેલમાં હાજર થયો ન હતો. જેથી પોલીસે અક્ષયની શોધખોળ શરુ કરી હતી. પોલીસે બાતમીના આધારે અક્ષય વાળાને સયાજીગંજ ભીમનાથ નાકા પાસે થી ઝડપી લીધો હતો. પોલીસને જોઇને અક્ષય વાળાએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પણ પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી લીધો હતો. અને તેને મધ્યસ્થ જેલમાં મોકલી દીધો હતો.

Reporter: admin

Related Post