વડોદરા : ૧૫ એપ્રિલ ૨૦૨૫ ના રોજ સમા વિસ્તારમાં આવેલ સોસાયટીના રહેવાસીઓને પડતી પાણીની તકલીફોને લીધે લોકોએ કોર્પોરેશન ઓફિસ પર આવેદન માટે પગપાળા નિકળી શાંતીપૂર્વક વિરોધ નોંધાવાના હતા

જે દરમિયાન પોલીસ દ્વારા સિન્ગાટોળી કરી મહિલાઓ અને ત્યાંના ઉંમર લાયક સ્થાનિક લોકોને અટકાયત કરવામાં આવી હતી એ ખૂબજ દુઃખદ ઘટના છે.આપને જણાવવા નું કે કોર્પોરેશન દ્વારા વેરો લેવામાં આવે છે વેરો જો ભરવામાં લેટ થાય છે તો કોર્પોરેશન દ્વારા દંડ પેટે રૂપિયા લેવામા આવે છે જો લોકો સુવિધાઓ માટે વેરો ભરતા હોય તો કોર્પોરશન ની ફરજ છે કે એમને સુવિધાઓ પુરી પાડવામાં આવે અને જો કોર્પોરેશન દ્વારા સુવિધાઓ ના પરી પાડવામાં આવે તો સ્થાનિક લોકો વિરોધ નોંધાવી શકે છે. આ લોકશાહી દેશ છે

સમામાં જે પણ ઘટના બની એની તપાસ કરાવી જેમને પણ અટકાયત માટે પ્રેશર કર્યો હોય એમની પર કાયદેસર ની કાર્યવાહી કરવામા આવે તેમજ સ્થાનિક પોલીસ અધીકારી વિરુદ્ધ ખાતાકીય તપાસ કરવામાં આવે એવી રજુઆત કરાઈ છે.
Reporter: admin