News Portal...

Breaking News :

ખોટા દસ્તાવેજ બનાવી અશાંત ધારા વિસ્તારમાં ઘર ખરીદવાનો મામલો સામે આવ્યો, રાવપુરા પોલીસે 3 ઈસમોની

2024-06-03 15:32:51
ખોટા દસ્તાવેજ બનાવી અશાંત ધારા વિસ્તારમાં ઘર ખરીદવાનો મામલો સામે આવ્યો, રાવપુરા પોલીસે 3 ઈસમોની


વડોદરા શહેરમાં અશાંત ધારા અંગેના ખોટા દસ્તાવેજો ઉભા કરી મિલકત વેચવાનો કારસો ઘડનાર 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આ ત્રણેય સામે લુક આઉટ નોટિસ જારી કરી મુંબઈ ખાતેથી એક આરોપીને પકડ્યો છે. 



શહેરના વાડી વિસ્તારમાં છીપવાડ ખાતે એક મિલકત અંગે અશાંત ધારાની ખોટી પરવાનગીના દસ્તાવેજો ઉભા કરી મિલકત વેચવામાં આવી રહી હતી. જે અંગેની ફરિયાદ રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે ગત 9 મેના રોજ કરવામાં આવી હતી. સબ રજીસ્ટર ઓફિસ તરફથી આ ફરિયાદ મળી હતી. 


જેના આધારે તપાસ હાથ ધરતા આ મામલામાં 3 ઈસમો  ઈલિયાસ, સમીર અને શકીના નામ બહાર આવ્યા હતા. જેઓને શોધવા માટે પોલીસે કવાયત હાથ ધરી હતી. આ ત્રણ પૈકી એક આરોપી વિદેશ નાસી છૂટવાની પેરવી કરી રહ્યો હતો જેની સામે લુક આઉટ નોટિસ જારી કરવામાં આવી હતી અને મુંબઈ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે હાલ ત્રણયે ઈસમોની ધરપકડ કરી છે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલામાં કલેક્ટર કચેરીના કોઈ કર્મચારી અથવા અધિકારીની સંડોવણી પણ નકારી શક્ય તેમ નથી.

Reporter: News Plus

Related Post