News Portal...

Breaking News :

બેખોફ બનેલી બાઇકર્સ ગેંગ પર બ્રેક : પોલીસે પકડતાં હાથ જોડી માફી માગી

2025-01-17 12:33:47
બેખોફ બનેલી બાઇકર્સ ગેંગ પર બ્રેક : પોલીસે પકડતાં હાથ જોડી માફી માગી


વડોદરા : બેખોફ બનેલી બાઇકર્સ ગેંગ પર બ્રેક, પોલીસે પકડતાં હાથ જોડી માફી માગી 100થી વધુની સ્પીડે બાઇક હંકારી રીલ બનાવતા હતા.કિશનવાડી, દંતેશ્વર અને ન્યૂ વીઆઇપી રોડના 4 બાઇકરનાં બાઇક જપ્ત કરાયાં છે.


શહેરના રાજમાર્ગો પર બેફામ બાઇક હંકારી આતંક મચાવતી બાઇકર્સ ગેંગ પર અહેવાલ બાદ પોલીસ એક્શનમાં આવી હતી. પીસીબીએ 4 બાઇકર્સને ઝડપી રાવપુરા પોલીસને સોંપ્યા હતા.શહેરમાં જાહેર માર્ગો પર બાઇકર્સ ગેંગ આતંક મચાવે છે. 105થી 134 કિમી પ્રતિ કલાકની ઝડપે બેફામ બાઇક હંકારતા બાઇકર્સ ઓવરટેક કરી અન્ય વાહન ચાલકોને અપશબ્દો પણ ભાંડતા હતા. રીલ બનાવવાની હોડમાં ટ્રાફિકથી ભરચક રોડ પર અન્ય વાહન ચાલકો માટે જોખમ બનતા બાઇકર્સ પોલીસ માટે પડકારરૂપ હતા.


અકોટા-દાંડિયાબજાર રોડ, ફતેગંજ અને અટલ બ્રિજ પર બેફામ બનતા બાઇકર્સને છેવટે પીસીબી પીઆઇ સીબી ટંડેલ અને તેમની ટીમે ઝડપી પાડ્યા હતા. 4 બાઇકર્સની અટકાયત કરી 4 બાઇક જપ્ત કરી રાવપુરા પોલીસને સોંપ્યા હતા. રાવપુરા પોલીસે ચારેય બાઇકર્સ સામે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ઝડપાયેલા બાઈકર્સ
આફતાબ જાવેદ શેખ (રહે. બ્લોક નં-3, ઘર નં-12, કિશનવાડી)
હર્ષ ભરતરાવ પવાર (રહે. બજરંગ નગર, દંતેશ્વર)
પ્રેમ અર્જુન પવાર (રહે. બજરંગ નગર, દંતેશ્વર)
પ્રીત શૈલેન્દ્ર પરમાર (રહે. 19, ખોડિયાર નગર-1, ન્યૂ VIP રોડ)

Reporter: admin

Related Post