News Portal...

Breaking News :

ચૈત્રી નવરાત્રીની આઠમ નિમિત્તે યાત્રાધામ પાવાગઢ ખાતે હજારોની સંખ્યામાં માય ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટ્યા મંદિર ટ્રસ્ટ દ્વારા પરંપરાગત રીતે માતાજીનો હવન યોજાયો

2024-04-16 20:09:15
ચૈત્રી નવરાત્રીની આઠમ નિમિત્તે યાત્રાધામ પાવાગઢ ખાતે હજારોની સંખ્યામાં માય ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટ્યા મંદિર ટ્રસ્ટ દ્વારા પરંપરાગત રીતે માતાજીનો હવન યોજાયો

સુપ્રસિદ્ધિ યાત્રાધામ અને 51 શક્તિપીઠો પૈકીના એક શક્તિપીઠ ગણાતા પાવાગઢ ખાતે ડુંગરની ટોચ પર બિરાજમાન શ્રી મહાકાળી માતાજીના ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રિમાં દર્શન કરી માતાજીની પૂજા અર્ચના કરી માતાજીની આરાધના કરવાનો અનેરો મહિમા અને શ્રદ્ધા ભાવ છે જેમાં હાલમાં ચાલી રહેલી ચૈત્રી નવરાત્રી દરમ્યાન હજારો,લાખોની સંખ્યામાં ગુજરાત રાજ્ય સહિત આંતરરાજયમાંથી માઈ ભક્તોએ મહાકાળી માતાજીના દર્શન કરી ધન્ય બન્યા હતા જેમાં આજે મંગળવારે ચૈત્રી નવરાત્રીના આઠમા નોરતે એટલે કે ચૈત્રી આઠમના રોજ વહેલી સવારે 4:00 કલાકે માં કાલિકા મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા મહાકાળી માતાજીના નિજ મંદિરના દ્વાર માઈભક્તો માટે ખોલી દેવાયા હતા જેમાં અને આઠમ નિમિત્તે મંગળવારે વહેલી પરોઢે 4:00 કલાકથી લઈ સાંજે 5:00 વાગ્યા સુધીમાં હજારોની સંખ્યામાં માઇ ભક્તોએ શ્રી મહાકાળી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જેમાં આજે ચૈત્રી નવરાત્રીની આઠમને અનુલક્ષીને ગુજરાત સહિત આંતર રાજ્યો 


જેમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ,ઝારખંડ,બિહાર,રાજસ્થાન જેવા અનેક રાજ્યોમાંથી પોતાના ખાનગી વાહનો તેમજ સરકારી વાહનોમાં પધારેલા યાત્રિકો સહિત યાત્રાળુ પગપાળા સંઘ લઈને આવેલા સંઘો અને પગપાળા ચાલીને આવેલા હજારો લોકો મંગળવારની મધ્યરાત્રીથી જ ડુંગર પર માતાજીના મંદિર પરિસર ખાતે લાંબી લાંબી કતારોમાં શિસ્તબદ્ધ ગોઠવાઈ ગયા હતા અને ક્રમાનુસાર શિસ્ત બંધ રીતે વારાફરતી માતાજીના મંદિરના ગર્ભ ગૃહમાં પહોંચ્યા હતા જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા ગોઠવેલ વ્યવસ્થા પ્રમાણે તમામ ભક્તોએ આરામ અને સહુલત સાથે માતાજીના દર્શન કરી ધન્ય બન્યા હતા જ્યારે આજે મંગળવારે વહેલી પરોઢથી જ માતાજીના મંદિરે ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો જેમાં વહેલી પરોઢથી લઇ લઇ સાંજ સુધીમાં હજારોની સંખ્યામાં માઈ ભક્તોએ માતાજીની પૂજા અર્ચના કરી માતાજીના ચરણોમાં શીશ નમાવી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા અને પોતાની માનતાઓ,બાધાઓ અને મનોકામનાઓ પૂર્ણ કરી હતી.


જેમાં આજે ચૈત્રી નવરાત્રીના આઠમા નોરતે એટલે કે આઠમ નિમિત્તે યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના ધામમાં સદીઓથી ચાલતી પરંપરા મુજબ આજે ચૈત્રી આઠમ નિમિત્તે મહાકાળી માતાજીનો મહાયજ્ઞ હવનનો ભવ્ય કાર્યક્રમ માં કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવ્યો હતો જેમાં વહેલી સવારે મહાકાળી માતાજીની આરતી કર્યા બાદ ભારે ધાર્મિક વાતાવરણમાં શાસ્ત્રોક વિધિ વિધાન સાથે માતાજીના મંદિર પરિસરમાં હવનનો શુભારંભ કરાયો હતો જેમાં હવનમાં મંદિરના પુજારીઓ દ્વારા શ્લોકો અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ભવ્યતાથી માતાજીના હવનનો શુભારંભ કરાયો હતો જેમાં યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રી મહાકાળી માતાજીના દર્શનાર્થે આઠમ નિમિત્તે પધારેલા યાત્રિકોએ માતાજીના દર્શન કરવા સહિત માતાજીના હવનમાં પણ સામેલ થઈ હવનની પુંજામાં જોડાઈ દર્શન કરવાનો લહાવો લીધો હતો જેમાં વહેલી સવારથી આરંભ થયેલ હવનમાં સાંજના સુમારે શ્રીફળ હોમી હવનની પૂર્ણાહુતિ કરાઈ હતી જેમાં માતાજીના હવન નિમિત્તે માં કાલિકા મંદિર ટ્રસ્ટ ટ્રસ્ટીઓ સહિત અનેક મહાનુભાવો તેમજ પાવાગઢ ખાતે રહેતા સ્થાનિકો વેપારીઓ તેમજ મંદીર ટ્રસ્ટના કર્મચારીઓ સહિત માતાજીના દર્શનાર્થે આવેલા હજારો યાત્રિકો પણ માતાજીના હવનમાં જોડાયા હતા જ્યારે ઉપસ્થિત અનેક મહાનુભવોએ શ્રી મહાકાળી માતાજીના હવનમાં બેસી મહાકાળી માતાજીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.

Reporter: Amit Shah

Related Post