News Portal...

Breaking News :

98 રશિયન જહાજ બ્રિટિશ દરિયાઈ વિસ્તારમાંથી પસાર થઈ ગયા

2026-04-30 10:13:47
98 રશિયન જહાજ બ્રિટિશ દરિયાઈ વિસ્તારમાંથી પસાર થઈ ગયા


લંડન :બ્રિટનના વડાપ્રધાન સ્ટાર્મરે રશિયાના શેડો ફ્લીટના કાફલો તેમના દરિયાઈ વિસ્તારમાંથી પસાર થયો તો તેની સામે કાર્યવાહી કરવા ધમકી આપી હતી. 


હવે તેમની આ ધમકી છતાં રશિયન જહાજ જાણે તેની પરવા જ કરતાં ન હોય તેમ ત્યાંથી પસાર થઈ રહ્યા છે. તેમની આ ધમકી પછી 98 રશિયન જહાજ પસાર થઈ ગયા છે. બ્રિટનની નૌકાદળ ક્ષમતા મર્યાદિત હોવાથી કાર્યવાહી કરી શકાઈ નથી. સ્ટાર્રમરની ધમકી છતાં પણ બ્રિટનના દરિયાઈ ક્ષેત્રમાંથી પસાર થતાં રશિયન જહાજોની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. સ્ટારમરે ૨૫ માર્ચના રોજ આપેલી ચેતવણીનના મહિનાના સમયગાળામાં કમસેકમ 98 રશિયન જહાજ બ્રિટિશ દરિયાઈ વિસ્તારમાંથી પસાર થઈ ગયા છે, જે પહેલા ત્રણ મહિનાની સરેરાશ બરાબર છે.


અત્યાર સુધી આ જહાજોમાંથી કોઈના પર કબ્જો કરવાની કે તેને રોકવાની કે સકંજામાં લેવાની કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. શેડો ફ્લીટ તે જહાજોનું નેટવર્ક કહેવાય છે જે સામાન્ય રીતે પ્રતિબંધો, દેખરેખ  અને આંતરરાષ્ટ્રીય નિયમોથી બચીને ઓઇલ, ગેસ કે અન્ય સામાનનું પરિવહન કરવા ઉપયોગમાં લેવાય છે. આ જહાજો કોઈપણ દેશ કે કંપની સાથે જોડાયેલા દેખાતા ન હોવાથી તેને શેડો ફ્લીટ કહેવાય છે. રશિયા- યુક્રેન યુદ્ધમાં પશ્ચિમી પ્રતિબંધોથી બચવા આ જહાજોનો ઉપયોગ કરી રહ્યું છે.

Reporter: admin

Related Post