આ બંને પ્રોજેકટ માટે ભંડોળ આપવા સરકાર લીલી ઝંડી બતાવે તેવી શક્યતા છે.મળતી વિગતો પ્રમાણે એમ.એસ. યુનિવર્સિટીમાં નેશનલ બિલ્ડિંગ કોડ પ્રમાણે ફાયર સેફટી નેટવર્ક ઉભુ કરવાની તાતી જરુરિયાત છે.યુનિવર્સિટીના સૂત્રોનું કહેવું છે કે, યુનિવર્સિટી કેમ્પસમાં ૧૨૦ જેટલા બિલ્ડિંગો આવેલા છે.જે પૈકીના ૧૧૦ બિલ્ડિંગ ૯ થી ૧૫ મીટરની ઉંચાઈ ધરાવે છે. જ્યારે પાંચ જેટલા બિલ્ડિંગો પંદર મીટર કરતા વધારે ઉંચા છે.આ બિલ્ડિંગોમાં ફાયર હાઈડ્રન્ટ, પાઈપ લાઈનો, એલાર્મ સિસ્ટમ, સ્મોક ડિટેકટર સાથેનું ફાયર નેટવર્ક ઉભું કરવું જરુરી છે.l
જ્યારે આ પૈકીના મોટાભાગના બિલ્ડિંગોમાં અત્યારે તો માત્ર ફાયર એક્સ્ટિંગ્યુશર લગાડીને કામ ચલાવવામાં આવી રહ્યું છે.આમ કેમ્પસમાં ભણતા ૫૦૦૦૦ વિદ્યાર્થીઓ માટે ફાયર સેફટીની યોગ્ય સુવિધા નથી.આ પ્રોજેકટ માટે યુનિવર્સિટીએ સરકાર પાસે ૧૫ કરોડની માગણી કરી છે.સૂત્રોનું કહેવું છે કે, બોયઝ હોસ્ટેલમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી હોવાથી ૧૧માળની હોસ્ટેલ બનાવવાના પ્રોજેકટને અમલમાં મૂકવાની તાતી જરુરિયાત છે.આ માટે ૭૨ કરોડ રુપિયા સરકાર પાસે માગવામાં આવ્યા છે.આ બંને પ્રોજેકટ માટે સરકારનો નાણા વિભાગ ગ્રાંટ મંજૂર કરે તેવી શક્યતા છે.ઉલ્લેખનીય છે કે, ૧૧ માળની હોસ્ટેલ માટે સરકાર પાસે નાણાકીય મદદ લેવા સત્તાધીશો એક વર્ષથી પ્રયત્ન કરી રહ્યા છે.
Reporter: admin