આજે ભારત દેશ 76 મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. દેશમાં આજે તમામ જગ્યાઓ ઉપર તિરંગાના રંગોની શોભા છે. .

બી.આર.જી ગ્રુપ સંચાલિત ગુજરાત પબ્લિક સ્કૂલ તેમજ ઊર્મિ સ્કૂલ ખાતે રાષ્ટ્રઘ્વજ ને સલામી સાથે પ્રજાસત્તાક દિન મનાવવામાં આવ્યો હતો. બી.આર.જી ગ્રુપ સંચાલિત ગુજરાત પબ્લિક સ્કૂલ અટલાદરા ખાતે પૂર્વ સેનેટ તેમજ સિન્ડિકેટ સદસ્ય જીગર ઇનામદાર તેમજ બી.આર.જી ગ્રુપ ના ચેરપર્સન લતાબેન ગુપ્તા ના હસ્તે ઘ્વજવંદન કરવામાં આવેલ હતું. બી.આર.જી ગ્રુપ ની તમામ શાળાઓ ખાતે ભારતના ભવિષ્ય એવા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં દેશભક્તિના રંગે રંગાયેલા કાર્યક્રમોની પ્રસ્તુતિ આપવામાં આવેલ હતી. ગુજરાત પબ્લિક સ્કૂલ અટલાદરા ખાતે દેશભક્તિ નૃત્ય સાથે રમત ગમત નું નિર્દંશન બાળકો દ્વારા કરવામાં આવેલ હતું. જેના દ્વારા ફિટ ઇન્ડિયા નો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવેલ હતો.

ગુજરાત પબ્લિક સ્કૂલ છાણી અને વાઘોડિયા ખાતે અભિભાવકો ની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ સાથે દેશભક્તિ ના ગીતો થી પરિસર ગુંજી ઉઠયા હતા. ન્યુ ઇન્ડિયા થીમ ઉપર બાળકોએ સ્પીચ દ્વારા પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ઊર્મિ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓએ તિરંગા ની વેશભૂષામાં દેશભકતિના ગીતો ઉપર સુંદર ડાન્સ રજૂ કર્યા હતા. બી.આર.જી ગ્રુપ છેલ્લા 33 વર્ષો થી ભારતના ભવિષ્ય ને મજબૂત બનાવવા માટે શિક્ષા, રમત ગમત , સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે બાળકોને શશક્ત કરવાનું કાર્ય કરી રહ્યું છે. 76 મા પ્રજાસત્તાક દિને બી.આર.જી ગ્રુપ સંચાલિત તમામ શાળાઓમાં બાળકોએ ભારતને દુનિયામાં મહાસત્તા તરીકે સ્થાપિત કરવાના લક્ષ્ય ને હાંસલ કરવા ઉપરના વિચારોનો સંદેશ આપ્યો હતો. બાળકોમાં દેશ પ્રથમની ભાવનાને સદેવ જીવંત રાખવાના હેતુ થી બી.આર.જી ગ્રુપ બાળકો સાથે દેશ વિકાસ ને લગતા અને મુદ્દાઓને આવરી લેવાનું શિક્ષણ આપી રહ્યું છે. જેમાં નવીન ટેક્નોલોજી સાથે શિક્ષણ નું સ્તર વધારવા તેમજ એક ભારત શ્રેષ્ટ ભારતના વિચારોને શાળા જીવન થી જ બાળકો માં ઉતારી રહ્યું છે. ભારત સૌથી વધુ યુવા ધન ધરાવતો દેશ છે ત્યારે ભારત નું વિશ્વગુરુ બનવાનું સપનું વિદ્યાર્થીઓ અને યુવાઓ ના જ હાથ માં છે. આજ રોજ બી.આર.જી ગ્રુપ સંચાલિત શાળાઓ માં આયોજિત પ્રજાસત્તાક દિન ની ઉજવણી ના કાર્યક્રમ માં અનેક મહાનુભાવો સાથે અભી ભાવકો અને શાળાના શિક્ષકો અને આચાર્યો ની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી

Reporter: admin