ખેડા : જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારના મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ અમદાવાદ - ઇન્દોર હાઇવે પરથી ખાનગી વાહનમાંથી ભારતીય બનાવટની ૨ દેશી પિસ્ટલ તથા કારતૂસ સાથે ૩ આરોપીઓને ૭,૬૫,૨૦૦ના મુદ્દામાલ સાથે સેવાલિયા પોલીસે ઝડપી પાડયા છે.

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલિયા પોલીસે અમદાવાદ - ઇન્દોર હાઇવે મહારાજના મુવાડા નજીક આવેલ નવી ચેક પોસ્ટ પર વાહન ચેકીંગ દરમ્યાન મોટી સફળતા મેળવી છે. પોલીસે દાહોદ - ગોધરા તરફથી આવતી એક કારને શંકાના આધારે રોકી તપાસ કરતા તેમાંથી બે દેશી પિસ્તોલ અને બે જીવતા કારતૂસ મળી આવ્યા હતા.કારમાંથી પકડાયેલા ત્રણેય આરોપીઓ જામનગરના રહેવાસી છે. તેમની ઓળખ અબ્દુલ લતીફ ઓસમાણ સમા, હુશેન ઞફાર ચઞદા અને મહંમદ સલીમ અબ્દુલ કાદર લકકડ તરીકે થઈ છે.
પોલીસે આરોપીઓ પાસેથી બે દેશી પિસ્તોલ (કિંમત રું 50,000) બે કારતૂસ, ત્રણ મોબાઈલ ફોન અને કાર મળી કુલ રૂ 7,65,200 મુદ્દામાલ સાથે જપ્ત કર્યો છે.ડીવાયએસપીના જણાવ્યા અનુસાર મુખ્ય આરોપી અબ્દુલ લતીફ સમા સામે અગાઉ પણ આર્મ્સ એક્ટ હેઠળ ઞુના નોંધાયેલા છે. પ્રાથમિક તપાસમાં આ હથિયારો વેચાણ માટે લઈ જવાતા હોવાનું સામે આવ્યું છે. સેવાલિયા પોલિસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
Reporter: admin