News Portal...

Breaking News :

કોંગોમાં બોટ નદીમાં ડુબતા 148 લોકોના મોત

2025-04-19 11:24:11
કોંગોમાં બોટ નદીમાં ડુબતા 148 લોકોના મોત


કોંગો: દક્ષિણ આફ્રિકાના દેશ કોંગોમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. કોંગોમાં ઇંધણ લઇને જતી એક બોટમાં વિસ્ફોટ થતા આગ લાગી હતી અને તે બાદ બોટ નદીમાં ઉથલી પડી હતી. 


આ દુર્ઘટનામાં 148 લોકોના મોત થયા છે જ્યારે 100થી વધુ લોકો ગાયબ છે. મળતી માહિતી અનુસાર આ બોટમાં 500 લોકો સવાર હતા.સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના પાટનગર મબંડાકા નજીક રૂકી અને કોંગો નદીના સંગમ પાસે બની હતી. આ સ્થળે દુનિયાની સૌથી ઊંડી નદી આવેલી છે. બોટ તેની મર્યાદાથી વધુ લોકોને લઇને મુસાફરી કરતી હતી. અચાનક બોટમાં થયેલા વિસ્ફોટ બાદ આગ લાગી હતી જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને બોટ ઉથલી પડી હતી.તપાસ માટે પહોંચેલા પ્રતિનિધિ મંડળના વડા જોસેફિન લોકુમે જણાવ્યું કે આ ઘટના બાદ લોકોની શોધખોળ ચાલુ છે. ત થયાં હતા.


બુધવારે 131 શબોને શોધી કાઢવામાં આવ્યા હતા જ્યારે ગુરૂવાર અને શુક્રવારે વધુ 12 શબ મળ્યા હતા. ઘટનાની માહિતી આપતાં લોકુમે કહ્યું કે પ્રાથમિક તપાસમાં હજુ સુધી એવું સામે આવ્યું છે કે એક મહિલાએ બોટમાં જ ભોજન બનાવવા માટે આગળ સળગાવી હતી અને ત્યાંથી થોડે દૂર અત્યંત જ્વલનશીલ ઇંધણ રાખવામાં આવ્યું હતું. આગના સંપર્કમાં આવતાં જ ઇંધણમાં જોરદાર વિસ્ફોટ થયો હતો જેના કારણે કેટલાક લોકોના મો

Reporter: admin

Related Post