News Portal...

Breaking News :

મુંબઈમાં ધૂળના તોફાનમાં એક વિશાળ હોર્ડિંગ ધરાશાયી થતાં ૧૪ લોકોના મોત તેમજ ૭૪થી વધુ લોકો ઘાયલ

2024-05-14 13:35:55
મુંબઈમાં ધૂળના તોફાનમાં  એક વિશાળ હોર્ડિંગ ધરાશાયી થતાં ૧૪ લોકોના મોત તેમજ ૭૪થી વધુ લોકો ઘાયલ

 મુંબઈ : ઘાટકોપર વિસ્‍તારમાં ધૂળના તોફાન પછી સોમવારે એક વિશાળ હોર્ડિંગ ધરાશાયી થતાં ૧૪ લોકોના મોત થયા હતા, તેમજ ૭૪થી વધુ લોકો ઘાયલ થયા હતા. ૧૫ હજાર સ્‍ક્‍વેર ફૂટથી વધુના આ હોર્ડિંગનું નામ લિમ્‍કા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે, જોકે હવે અધિકારીઓનું કહેવું છે કે આ મ્‍યુનિસિપલ બોડીની પરવાનગી વિના કરવામાં આવ્‍યું હતું.


વાસ્‍તવમાં, સોમવારે સાંજે મુંબઈમાં અચાનક હવામાન બદલાઈ ગયું અને આકાશ ગાઢ વાદળોથી ઢંકાઈ ગયા પછી, ધૂળની ડમરીઓ અને વરસાદ શરૂ થયો. આ વાવાઝોડાને કારણે ઘાટકોપરની સમતા કોલોનીના રેલવે પેટ્રોલ પંપ પર એક વિશાળ હોર્ડિંગ પડી ગયું, જેની નીચે મોટી સંખ્‍યામાં લોકો દટાઈ ગયા. સ્‍થળ પર ચીસો પડી હતી. તાત્‍કાલિક પોલીસ અને મુંબઈ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્‍થળે પહોંચી અને સ્‍થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્‍યો છે.


જયારે આ અકસ્‍માત થયો ત્‍યારે પેટ્રોલ પંપ પાસે ૧૦૦ થી વધુ લોકો હાજર હતા. હોર્ડિંગ પડી ગયા બાદ હોબાળો થયો હતો. સ્‍થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને NDRFની મદદથી રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્‍યું હતું, જે આખી રાત ચાલુ રહ્યું હતું. સવારે ૩ વાગ્‍યા સુધીમાં, હોર્ડિંગની અંદર ફસાયેલા કુલ ૮૬ લોકોને બચાવી લેવામાં આવ્‍યા હતા અને સારવાર માટે વિવિધ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા હતા. આ દરમિયાન ૧૪ લોકોના મોત થયા છે. તે જ સમયે, ૭૪ ઘાયલ લોકોની સારવાર ચાલી રહી છે, જેમાં ઘણા લોકોની હાલત નાજુક છે. આ સિવાય ૩૧ લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

આ ઘટના બાદ બૃહન્‍મુંબઈ મ્‍યુનિસિપલ કોર્પોરેશન એ એક નિવેદન જારી કરીને કહ્યું કે બિલબોર્ડ તેમની પરવાનગી વગર બનાવવામાં આવ્‍યું છે.

Reporter: News Plus

Related Post