News Portal...

Breaking News :

MGVCL ના ૮૮૫૭૫ ગ્રાહકો પાસેથી ૧૨૨૪.૩૨ લાખ રૂપિયા વસુલાત બાકી

2025-02-15 20:04:29
MGVCL ના ૮૮૫૭૫ ગ્રાહકો પાસેથી ૧૨૨૪.૩૨ લાખ રૂપિયા વસુલાત બાકી

વડોદરા : મધ્ય ગુજરાત વીજ કંપની લીમીટેડની વડોદરા શહેર વર્તુળ કચેરીના, વીજ ગ્રાહકો દ્વારા તેમના વીજ બીલના નાણાં સમયસર ન ભરવાના કારણે વીજ બીલ પેટે બાકી પડતી રકમ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગયેલ છે. રકમ બાકી હોય અને વીજ જોડાણ કાપવાપાત્ર હોય (એટલે કે વીજબીલ ભરવા માટેનો ગ્રેસ પિરિયડ અને વધારાના ૧૫ દિવસ સહિત નિયત સમય પૂર્ણ થયેલ હોય) તેવા વીજ ગ્રાહકોની સંખ્યા ૮૮૫૭૫ પાસેથી 


૧૨૨૪.૩૨ લાખ રૂપિયા વસુલાત કરવાનાં બાકી નીકળે છે.
આ બાબતે મ.ગુ.વી.કં. લિ. દ્વારા ગુજરાત વીજ નિયમન પંચના નોટિફિકેશન નં : ૪/૨૦૧૫ ના સેક્શન ૮ માં દર્શાવ્યા મુજબ વીજ જોડાણ કાપવાની કાર્યવાહી કરવાની ફરજ પડી શકે છે. તો સદર બાબતે માનવંતા વીજ ગ્રાહકોને જાણ કરવાની કે જો વીજ બીલ પણ ભરપાઈ કરવાનું બાકી હોય તો સત્વરે ભરપાઈ કરવા વિનંતી છે જેથી વીજ પુરવઠો અવિરતપણે જળવાઈ રહે.

...

Reporter: admin

Related Post