News Portal...

Breaking News :

સુરતના સરોલી વિસ્તારમાં પોલીસ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું

2025-02-15 17:32:26
સુરતના સરોલી વિસ્તારમાં પોલીસ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું



સુરત : ઝોન-૦૧ વિસ્તારના સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બીંગનું આયોજન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. 

સુરત શહેરમાં ગુનાખોરી તથા અસમાજીક પ્રવતિ કરનાર ઇસમો વિરુધ્ધ કડકાઇ અને મકકમતાથી કાર્યવાહી કરવા માટે જરૂરી સૂચનાઓ પોલીસ કમિશનર અનુપ સિંહ ગેહલોત એ આપી હતી. તા.૧૪/૦૨/૨૦૨૫ ના રોજ સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બીંગનું આયોજન પોલીસ ઇન્સ્પેકટર એસ.આર.વેકરીયા હેઠળ સર્વેલન્સ સ્ટાફ પો.સ.ઈ. એસ.આર.રાણા તથા પુણા, સરથાણા, વરાછા, કાપોદ્રા, સારોલી પોલીસ સ્ટેશનના અધિકારી/કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવી સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બીંગ કરી પેટ્રોલીંગ તથા વાહન ચેકિંગ હાથ ધરી અસરકારક કામગીરી કરવામાં આવેલ છે.

BNSS કલમ ૧૨૬,૧૭૦ મુજબ ટપોરીનું ચેકિંગ કરાયું હતું.એમ.સી.આર કાર્ડ ધરાવતા ઈસમોનું ચેકીંગ તેમજ ઘરફોડ ચોરીના ઈસમો,નાસતા ફરતા આરોપીની તપાસ કરવા હોટલ ચેક, ચેકીંગ દરમ્યાન સ્થળ દંડ વસુલાયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અત્રેના પો.સ્ટે વિસ્તારમાં અનેક કોમ્બિંગ કરી અનેક ગુનેગારો વિરૂધ્ધમાં કાર્યવાહી કરવામાં આવેલ છે.નોંધનીય છે કે, આ કામગીરી દરમ્યાન સીનીયર સીટીઝન. ફેમીલી બાળકો સાથે તથા મહિલા વાહન ચાલકોને અડચણ ન થાય તે બાબતે પુરતી તકેદારી શહેર પોલીસ વિભાગ દ્વારા રાખવામાં આવેલ છે.

Reporter: admin

Related Post