શહેરને હોર્ડીંગ્સ ફ્રી બનાવાના કોર્પોરેશનના પ્લાનનો ફિયાસ્કો થયો છે. ખરેખર તો પ્રિ મોન્સુન કામગિરીના ભાગરુપે તમામ હોર્ડીંગ્સ ઉતારી લેવા જોઇતા હતા

પણ શહેરમાં ચોમાસાનું આગમન થઇ ગયું હોવા છતાં ભયજનક હોર્ડીંગો ઉતારવામાં આવ્યા નથી. શહેરમાં સતત 2 દિવસથી ફૂંકાઇ રહેલા ભારે પવનના કારણે ઘણા હોર્ડીંગ્સ તૂટી રહ્યા છે. આજવા રોડ કમલાનગર તળાવ પાસે આવેલા બિલ્ડીંગ નજીક લગાવાયેલું મહાકાય હોર્ડીંગ્સ ભારે પવનના કારણે તૂટી પડ્યું હતું. જો કે કોઇ જાનહાનિ થઇ ન હતી પણ જાણે કે કોર્પોરેશન કોઇ દૂર્ઘટના બને તેની રાહ જોઇ રહ્યું છે.
શહેરમાં ઠેર ઠેર વિશાળ મહાકાય હોર્ડીંગ્સ ગેરકાયદેસર રીતે લગાવાયેલા છે અને આ ચોમાસામાં ભારે વરસાદ અને પવનના કારણે આ હોર્ડીંગ્સ ગમે ત્યારે તુટી પડે તેમ છે પણ કોર્પોરેશને નિષ્કાળજી રાખી છે. આવા ગેરકાયદેસર હોર્ડીંગ્સ શહેરમાં લગાવાયેલા હોવા છતાં કોર્પોરેશન તેની સામે આંખ આડા કાન કરી રહ્યું છે. કમલાનગર પાસેનું આ હોર્ડીંગ તુટીને ફાટી ગયું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. કોર્પોરેશન જો હજું પણ યોગ્ય પગલાં નહીં લે તો ગમે ત્યારે મોટી દૂર્ઘટના સર્જાઇ શકે છે.
Reporter: admin