આગામી 19 જૂનના રોજ ટાઉ પ્લાનિંગ કમિટીની બેઠક યોજાશે જેમાં પાલિકાની હદ વિસ્તારમાં નોન ટીપી વિસ્તાર ગોરવામાં સુચિત નગર રચના યોજના નંબર 54ની નવીન નગર રચના યોજના તૈયાર કરવા તથા તમામ કાર્યવાહી કરવાની સત્તા અંગે કમિશનરને અધિકૃત કરવાની દરખાસ્ત કરાઇ છે.
આ સાથે નગર રચના યોજના નંબર 19 માંજલપુરમાં સરસ્વતી કોમ્પલેક્ષથી અલવાનાકા સુધી 15 મીટરનો રોડ 24 મીટર કરવા ની દરખાસ્ત કરાઇ છે સરકારના જાહેરનામાથી મંજુર થયેલી અકોટા તાંદલજા નગર રચનાના પ્રથમ ફેરફારમાં સમર્પણ સોસાયટીના હયાત 9 મીટર રોડને ટીપી રોડમાં ફેરફાર કરવા તથા 24 મીટર ટીપી રોડથી સમર્પણ સોસાયટીના આંતરીક 9 મીટર રસ્તા સુધી એફપી 14 અને એફપી 93 વચ્ચે પાર્કીંગનું રિઝર્વેશન રાખવાની દરખાસ્ત કરાઇ છે. આ સાથે તાંદલજામાં પ્રથમ ફેરફારમાં સમર્પણ સોસાયટીનો 9 મીટર નો આંતરીક રોડને ટીપી રોડ કરવાની દરખાસ્ત કરાઇ છે.
Reporter: admin