News Portal...

Breaking News :

વડોદરા સ્થાયી સમિતિની પ્રથમ બેઠક: 10 કામોમાંથી 9ને મંજૂરી, 1 કામ નામંજૂર

2026-06-05 17:39:49
વડોદરા સ્થાયી સમિતિની પ્રથમ બેઠક: 10 કામોમાંથી 9ને મંજૂરી, 1 કામ નામંજૂર


વડોદરા સ્થાયી સમિતિની પ્રથમ બેઠક: 10 કામોમાંથી 9ને મંજૂરી, 1 કામ નામંજૂર

વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજરોજ પાલિકા ખાતે યોજાઈ હતી. વર્તમાન નવા બોર્ડની આ પ્રથમ બેઠક તાજેતરમાં નિધન પામેલા સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલના માનમાં મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ શરૂ કરવામાં આવી હતી.આ બેઠકમાં કુલ 10 કામો મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી 9 કામોને મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે 1 કામને નામંજૂર કરવામાં આવ્યું હતું.બેઠક દરમિયાન ઓડિટ વિભાગ, સામાન્ય વહીવટ, પાર્ક્સ એન્ડ ગાર્ડન, આરોગ્ય ખાતું તથા મિકેનિકલ શાખા સહિતના વિવિધ વિભાગોના કામોની દરખાસ્તો પર ચર્ચા કરવામાં આવી હતી.બેઠકના અંતે સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષાબેન વ્યાસે મીડિયા સમક્ષ માહિતી આપતાં જણાવ્યું હતું કે તમામ કામો પર નિયમ મુજબ નિર્ણય લેવામાં આવ્યા છે અને શહેરના વિકાસ કાર્યોને આગળ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

Reporter: admin

Related Post