News Portal...

Breaking News :

બાંગ્લાદેશનો નકશો દોર્યા વિના તમે ભારતનો નકશો બનાવી શકતા નથી

2025-01-25 10:13:41
બાંગ્લાદેશનો નકશો દોર્યા વિના તમે ભારતનો નકશો બનાવી શકતા નથી


દિલ્હી : ભારત-બાંગ્લાદેશના સંબંધો હવે સંઘર્ષ ભર્યા બની રહ્યા છે. ગત વર્ષે ઓગસ્ટમાં શેખ હસીનાના પદભ્રષ્ટ થયા બાદ બંને દેશો વચ્ચે પરિસ્થિતિ ઝડપથી બદલાઈ છે. 


વડાપ્રધાન પદ છોડ્યા બાદ શેખ હસીના ભારત આવી ગઈ અને બાંગ્લાદેશની સત્તા મોહમ્મદ યુનુસે સંભાળી લીધી. ત્યારબાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સંબંધ ખરાબ થવાના શરૂ થઈ ગયા.બાંગ્લાદેશની અંતરિમ સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં કહ્યું કે, 'ભારતની સાથે બગડતા સંબંધોથી તેમને વ્યક્તિગત રીતે તકલીફ થાય છે.' સમાચાર એજન્સી રોઇટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું, 'બાંગ્લાદેશ-ભારતના સંબંધો શક્ય તેટલા મજબૂત હોવા જોઈએ. 


તમે જાણો છો, બાંગ્લાદેશનો નકશો દોર્યા વિના તમે ભારતનો નકશો બનાવી શકતા નથી.'મોહમ્મદ યુનુસે ચીન વિશે કહ્યું છે કે તે બાંગ્લાદેશનું સમર્થન કરે છે. તેમણે કહ્યું કે, 'આવા મુશ્કેલ સમયમાં બાંગ્લાદેશને ટેકો આપનાર ચીન જ છે.' છેલ્લા ત્રણ મહિનામાં બાંગ્લાદેશમાં ફુગાવો ખૂબ જ વધ્યો છે અને આવી સ્થિતિમાં તે પાડોશી દેશ ચીન તરફ નજર કરી રહ્યા છે.વચગાળાની સરકારે VATમાં વધારો કર્યો છે, આ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે દેશ સતત ત્રણ મહિનાથી ઊંચા ફુગાવાનો સામનો કરી રહ્યો છે. આ ઉપરાંત, ખાદ્ય ફુગાવાનો દર પણ 13 ટકાની આસપાસ છે. બાંગ્લાદેશી સરકાર દાવો કરી રહી છે કે વધેલા VATથી લગભગ 12 હજાર કરોડ રૂપિયાની આવક થશે.

Reporter: admin

Related Post