News Portal...

Breaking News :

વડોદરા કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ

2024-11-19 12:50:54
વડોદરા કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ


વડોદરા : આજે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ અને રાષ્ટ્રના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.


પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનો જન્મ ૧૯ નવેમ્બર ૧૯૧૭એ રાજનીતિક રૂપથી પ્રભાવશાળી નહેરુ પરિવારમાં થયો હતો. એમના પિતા જવાહરલાલ નહેરુ અને એમની માતા કમલા નહેરુ હતી. ઇન્દિરા ગાંધી વર્ષ ૧૯૬૬ થી ૧૯૭૭ સુધી સતત ત્રણ વખત ભારત ગણરાજ્યની પ્રધાનમંત્રી રહયા અને ત્યાર બાદ ચોથી વખતમાં ૧૯૮૦ થી લઇને ૧૯૮૪માં એમની રાજનીતિક હત્યા સુધી ભારતની પ્રધાનમંત્રી રહ્યા હતા. ઇન્દિરા ગાંધી ભારતની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી હતી. ઇંદિરા ગાંધી ૧૯૬૬ થી ૧૯૮૦ સુધી સતત ત્રણ વખત દેશની પ્રધાનમંત્રી રહી ત્યારબાદ ૧૯૮૦ થી લઇને ૧૯૮૪ સુધી ગાંધી ચોથી વખત પ્રધાનમંત્રી રહ્યા હતા.


આજે પૂર્વ વડાપ્રધાન સ્વ. ઇન્દિરાગાંધીની જન્મ જયંતિ નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરી વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશીએ જણાવ્યું કે, હંમેશને માટે તેમની યાદોને ભુલી શકાય તેમ નથી. આઝાદીની લડાઇથી લઈ સ્વતંત્રતા સુધી ઇન્દિરાજીનું આ દેશમાં મહત્વનું યોગદાન રહેલું છે. ૧૬ વર્ષ સુધી ભારતદેશના પ્રધાનમંત્રી રહી આ દેશની અંદર સામાજિક, આર્થિક અને રાજનિતિમાં તેમણે ઉન્નતિનું કાર્ય કરેલું છે.પાકિસ્તાન જેવા દેશને વિભાજિત કરી ભારત દેશના સહયોગથી બાંગલાદેશને નવો બનાવવાનું કાર્ય કર્યું અને સમગ્ર વિશ્વમાં એક લોખંડી મહિલા તરીકે તેમનું નામ ફલીત થયું. ત્યારે આજે રાષ્ટ્રના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

Reporter: admin

Related Post