News Portal...

Breaking News :

નગરસેવકો અને કેટલાક અધિકારીઓ માટે સેમિનારના બહાને સિક્કિમ જશે

2025-03-03 15:44:56
નગરસેવકો અને કેટલાક અધિકારીઓ માટે સેમિનારના બહાને સિક્કિમ જશે


વડોદરા : આજરોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના ખર્ચે અને જોખમે હવાઈ માર્ગે નગરસેવકો અને કેટલાક અધિકારીઓ માટે સેમિનારના બહાને પ્રવાસ રદ કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું 



સેમિનારના અભ્યાસના બહાને મહિલા કોર્પોરેટરો પ્રજાના પૈસે અને જોખમે સિક્કિમ ફરીને આવ્યા બાદ પુરુષ કોર્પોરેટરો પણ પાછળ રહેવા માંગતા નથી તારીખ 7 અને 8 માર્ચ પુરૂષ કોર્પોરેટર ઓપન હવાઈ માર્ગે સિક્કિમ જશે જેનો લાખો રૂપિયાનો ખર્ચ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન નામ માથે નાખવામાં આવનાર છે અગાઉ પણ કોર્પોરેટરો બે વર્ષ પહેલા સ્વચ્છતાના પાઠ ભણાવતા ઇન્દોર પ્રવાસે ગયા હતા ત્યારે પણ પ્રજાના વેરાનો વેડફાટ કર્યો હતો. 


ઇન્દોર થી આવ્યા બાદ વડોદરા શહેર સ્વચ્છતાના અગ્રેસર રહે તે માટે કેવા પ્રયાસ કર્યા અને વડોદરા કેમ પાછળ રહી ગયું એને લેખિતમાં જાનકારી આપવામાં આવી અને વી એમ એસ એસની વેબસાઈટ ઉપર મૂક્યું આ પ્રવાસ રદ કરવામાં આવે તે વિનંતી અને માંગણી આજરોજ કરવામાં આવી હતી પ્રવાસ રદ કરવામાં નહીં આવે તો આંદોલન કરીશું. તેવું વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું છે.

Reporter:

Related Post