TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં ફરાર આરોપી અશોકસિંહ જાડેજા પોલીસ સમક્ષ હાજર થયો છે. અશોકસિંહ જાડેજા TRP ગેમઝોનનો જમીનનો માલિક છે. ગેમઝોનની ફરિયાદ નોંધાયા બાદ તે ફરાર હતો.
પોલીસ સમક્ષ હાજર થતા પોલીસે સત્તાવાર ધરપકડ કરી છે .આરોપી અશોકસિંહ જાડેજા પ્રજ્ઞા ચક્ષુ હોવાનું સામે આવ્યું છે.અશોકસિંહ જાડેજાની વાત કરવામાં આવે તો તે પૂરુ સાંભળી પણ શકતો નથી અને તે પ્રજ્ઞાચક્ષુ છે. પોલીસે આરોપીનુ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાયું છે. પ્રજ્ઞા ચક્ષુ અશોકસિંહ અગ્નિકાંડમાં આટલા દિવસ વિતવા છતાં કયાં રહ્યો તે સવાલ પોલીસ માટે યક્ષ પ્રશ્ન બની રહ્યો છે.દુર્ઘટનાની તપાસ માટે રચવામાં આવેલી એસઆઈટીએ આ ઘટનાની તલ સ્પર્શી તપાસ માટે 90 થી પણ વધુ લોકોના નિવેદન નોંધ્યા છે.
જેમાં કોર્પોરેશનના એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ ડીપાર્ટમેન્ટના કર્મચારીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત એસઆઇટીએ ઇલેક્ટ્રિસિટી બોર્ડ અને માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓની પણ ઊલટ તપાસ કરી છે.
Reporter: News Plus