વડોદરા : રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝાએ મહત્વ પૂર્ણ નિર્ણય લીધો છે. બોલિવૂડના આદર્શ અને ક્યુટ કપલમાંથી એક છે. બંને અવારનવાર સોશિયલ મીડિયા પર કપલ ગોલ આપતા જોવા મળે છે. લગ્નના 12 વર્ષ પછી પણ બંને એક નવયુગલ જેવા લાગે છે. બંને એકબીજાને ખૂબઅભિનેતા રિતેશ દેશમુખ અને જેનેલિયા દેશમુખે ખૂબ માન પણ આપે છે.
તેમના બે દીકરાઓ પણ બોલિવૂડના એકદમ સંસ્કારી સંતાન ગણાય છે. આ દરમિયાન કપલે તેમના જીવનનો એક મોટો નિર્ણય લીધો છે. દંપતીએ જણાવ્યું કે તેઓ તેમના અંગોનું દાન કરવા જઈ રહ્યા છે. બંને ઘણા સમયથી આ વિશે વિચારી રહ્યા હતા, પરંતુ હવે સમય આવી ગયો છે કે તેઓ આ ઉમદા હેતુ સાથે આગળ વધે.
.
અભિનેતા રિતેશ દેશમુખ અને જેનેલિયા દેશમુખે તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લઇ લીધો છે. ‘નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન’ એ આ ઉમદા કાર્ય માટે બંને સ્ટાર્સનો આભાર વ્યક્ત કર્યો છે. વર્ષ 2020 ની શરૂઆતમાં રિતેશ અને જેનેલિયાએ તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો દ્વારા અંગોનું દાન કરવાના તેમના સંકલ્પ વિશે વાત કરી હતી.
અભિનેતા રિતેશ દેશમુખ અને તેની પત્ની જેનેલિયાએ હાલમાં ઇન્સ્ટાગ્રામ પર જાહેર કરેલા એક વીડિયોમાં અંગ દાનની વાત કરી હતી. તેમણે લખ્યું હતું કે ‘કોઈ માટે ‘જીવનની ભેટ’ કરતાં મોટી કોઈ ભેટ હોઈ શકે નહીં. જેનેલિયા અને મેં અમારા અંગોનું દાન કરવાનો સંકલ્પ લીધો છે. અમે તમને બધાને આ મહાન ઉદ્દેશ્યમાં જોડાવા અને ‘લાઈફ આફ્ટર લાઈફ’નો ભાગ બનવા વિનંતી કરીએ છીએ
Reporter: News Plus