News Portal...

Breaking News :

વરસાદી કામગીરી માટે VMCનું નવું પગલું, કમિશનર સહિત અધિકારીઓ હવે વોકી-ટોકીથી રહેશે જોડાયેલા

2026-07-15 13:52:40
વરસાદી કામગીરી માટે VMCનું નવું પગલું, કમિશનર સહિત અધિકારીઓ હવે વોકી-ટોકીથી રહેશે જોડાયેલા

વડોદરા મહાનગરપાલિકાએ વરસાદી સિઝનમાં શહેરની કામગીરી વધુ અસરકારક અને ઝડપી બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે પાલિકા કમિશનર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને મેદાની કર્મચારીઓ વચ્ચે સંકલન જાળવવા માટે વોકી-ટોકી વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી છે. આ વ્યવસ્થાના અમલથી મોબાઇલ નેટવર્ક અથવા બેટરી સંબંધિત સમસ્યાઓ વચ્ચે પણ ઇમરજન્સી કામગીરીમાં વિલંબ નહીં થાય.

પાલિકા તંત્રના જણાવ્યા મુજબ, ભારે વરસાદ દરમિયાન શહેરમાં પાણી ભરાવા, ડ્રેનેજ સમસ્યા, સફાઈ તેમજ અન્ય તાત્કાલિક કામગીરી માટે વિવિધ વિભાગો વચ્ચે સતત સંકલન જરૂરી બને છે. આ સંકલન વધુ સુચારૂ અને ઝડપી રહે તે માટે વોકી-ટોકી ડિવાઇસનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે.
નવી વ્યવસ્થા હેઠળ સેનેટરી ઇન્સ્પેક્ટરો, ડ્રેનેજ વિભાગ, પાણી પુરવઠા વિભાગ સહિત અન્ય મેદાની કર્મચારીઓને વોકી-ટોકી ડિવાઇસ ફાળવવામાં આવ્યા છે. જેના કારણે કોઈપણ ઇમરજન્સી સ્થિતિમાં સૂચનાઓ તાત્કાલિક પહોંચાડવી અને સ્થળ પર ઝડપી કાર્યવાહી કરવી વધુ સરળ બનશે.

મહાનગરપાલિકાના અધિકારીઓનું માનવું છે કે વરસાદી મોસમ દરમિયાન મોબાઇલ ફોનમાં નેટવર્ક અથવા બેટરીની સમસ્યાને કારણે સંકલનમાં વિલંબ થતો હોય છે. વોકી-ટોકી વ્યવસ્થા અમલમાં આવતા મેદાની ટીમો અને નિયંત્રણ કક્ષાના અધિકારીઓ વચ્ચે સતત સંપર્ક જળવાઈ રહેશે, જેના કારણે નાગરિકોની ફરિયાદોનું પણ ઝડપી નિરાકરણ લાવવામાં મદદ મળશે.


મ્યુનિસિપલ કમિશનર મહેશ અરુણ બાબુએ જણાવ્યું હતું કે, "વરસાદી સિઝનમાં વિવિધ વિભાગો વચ્ચે ઝડપી અને અસરકારક સંકલન જાળવવું અત્યંત જરૂરી છે. વોકી-ટોકી વ્યવસ્થા અમલમાં આવતા મેદાની ટીમો અને કંટ્રોલ રૂમ વચ્ચે સતત સંપર્ક રહેશે, જેના કારણે ઇમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક નિર્ણય લઈ ઝડપી કાર્યવાહી કરી શકાશે. નાગરિકોની ફરિયાદોના સમયસર નિરાકરણ માટે પણ આ વ્યવસ્થા ઉપયોગી સાબિત થશે."

Reporter: admin

Related Post