News Portal...

Breaking News :

ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ વડોદરા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

2026-07-15 16:17:48
ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ વડોદરા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે શહેર પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે રથયાત્રાને લઈને સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાની વિગત જાહેર કરી હતી.

રથયાત્રાના સમગ્ર રૂટ પર સતત નજર રાખવા માટે વિશ્વાસ કેમેરા, સ્માર્ટ સિટી કેમેરા, ડ્રોન અને બોડી-વોર્ન કેમેરા સહિતની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ઉપરાંત, ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટે ક્રાઈમ બ્રાન્ચ, DCB અને SOGની ટીમો 24 કલાક પેટ્રોલિંગ કરશે.


પોલીસ બંદોબસ્તમાં 2 સંયુક્ત/વધારાના પોલીસ કમિશનર, 9 ડેપ્યુટી પોલીસ કમિશનર (DCP), 11 આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (ACP), 110થી વધુ PI અને PSI, 2,000થી વધુ પોલીસ જવાનો, 3 કંપની SRPF તેમજ 1,000થી વધુ હોમગાર્ડ્સ તૈનાત રહેશે.

પોલીસ કમિશનરે નાગરિકોને રથયાત્રા દરમિયાન ટ્રાફિક નિયમોનું પાલન કરવા, પોલીસની સૂચનાઓનું અનુસરણ કરવા તેમજ ભીડભાડવાળા વિસ્તારમાં કિંમતી દાગીના, રોકડ રકમ અને કિંમતી સામાન સાથે ન આવવાની અપીલ કરી છે. સાથે જ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ અનુરોધ કર્યો છે.

Reporter: admin

Related Post