News Portal...

Breaking News :

તંત્રની ઘોર બેદરકારી: સ્ટેચ્યુ ઓફ યુનિટી મુખ્ય માર્ગ પર લાખોના સાઈન બોર્ડ કચરાના ઢગલામાં

2026-07-15 16:13:06
તંત્રની ઘોર બેદરકારી: સ્ટેચ્યુ ઓફ યુનિટી મુખ્ય માર્ગ પર લાખોના સાઈન બોર્ડ કચરાના ઢગલામાં

વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાના મુખ્ય માર્ગ પર આવેલા ડભોઇમાં સ્ટેટ હાઈવે વિભાગની બેદરકારી સામે આવી છે. ડભોઇથી વડોદરા, અમદાવાદ, રાજપીપલા અને બોડેલી સહિતના શહેરો તરફ જવાના માર્ગ દર્શાવતા લાખો રૂપિયાના દિશાસૂચક (સાઈન) બોર્ડ છેલ્લા ચાર મહિનાથી તૂટેલી હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે.

ડભોઇની વેગા ચોકડી સહિતના મુખ્ય સર્કલો પર પ્રવાસીઓની સુવિધા માટે લગાવવામાં આવેલા મોટા સાઈન બોર્ડ તૂટી પડ્યા હોવા છતાં અત્યાર સુધી તેનું સમારકામ કરવામાં આવ્યું નથી. પરિણામે બહારથી આવતા વાહનચાલકો અને પ્રવાસીઓને યોગ્ય દિશા શોધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા હજારો પ્રવાસીઓ આ માર્ગનો ઉપયોગ કરે છે. તેમ છતાં સ્ટેટ હાઈવે વિભાગ દ્વારા તૂટેલા બોર્ડને ફરી સ્થાપિત કરવા અથવા નવા બોર્ડ લગાવવા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.


પ્રજાના ટેક્સના લાખો રૂપિયાના ખર્ચે સ્થાપિત કરાયેલા દિશાસૂચક બોર્ડ હાલ કંડમ હાલતમાં પડ્યા હોવાથી સરકારી સંપત્તિનું પણ નુકસાન થઈ રહ્યું છે. સ્થાનિકોએ માંગ કરી છે કે સ્ટેટ હાઈવે વિભાગ તાત્કાલિક કાર્યવાહી કરીને તૂટેલા બોર્ડનું સમારકામ કરે અથવા નવા બોર્ડ લગાવી પ્રવાસીઓને ફરીથી યોગ્ય માર્ગદર્શન ઉપલબ્ધ કરાવે.

Reporter: admin

Related Post