News Portal...

Breaking News :

નવી દિલ્હીમાં આયોજિત પરિષદમાં પરંપરાગત ચિકિત્સા અને આધુનિક આરોગ્ય વ્યવસ્થાના સમન્વય પર મૂકાયો ભાર

2026-07-15 15:40:26
નવી દિલ્હીમાં આયોજિત પરિષદમાં પરંપરાગત ચિકિત્સા અને આધુનિક આરોગ્ય વ્યવસ્થાના સમન્વય પર મૂકાયો ભાર

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં આયોજિત ‘સૌશ્રુતમ 2026’ આયુર્વેદ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ રાષ્ટ્રીય સ્તરના સંમેલનમાં આયુર્વેદ ક્ષેત્રના નિષ્ણાતો, સંશોધકો, વૈજ્ઞાનિકો, તબીબો તેમજ દેશ-વિદેશના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આયુર્વેદ ભારતની પ્રાચીન અને સમૃદ્ધ આરોગ્ય પરંપરા છે, જે આજે સમગ્ર વિશ્વમાં સ્વાસ્થ્ય અને સુખાકારી માટે વિશ્વસનીય વિકલ્પ તરીકે ઉભરી રહી છે. તેમણે આયુર્વેદમાં વૈજ્ઞાનિક સંશોધન, નવીનતા અને વૈશ્વિક સ્વીકૃતિ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

સંમેલનમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ અને આધુનિક આરોગ્ય વિજ્ઞાન વચ્ચે સમન્વય સ્થાપિત કરવા, સંશોધનને પ્રોત્સાહન આપવા તેમજ આયુર્વેદને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવવા અંગે વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવશે.


આ કાર્યક્રમમાં આયુષ ક્ષેત્ર સાથે જોડાયેલા અનેક પ્રતિષ્ઠિત નિષ્ણાતો અને સંસ્થાઓએ ભાગ લીધો હતો, જ્યારે આયુર્વેદના વિકાસ માટે નવી પહેલો અને સંશોધન આધારિત અભિગમ પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

Reporter: admin

Related Post