News Portal...

Breaking News :

25 લાખની વસ્તીમાં એક મરદ પાક્યો.

2026-07-15 13:12:41
25 લાખની વસ્તીમાં એક મરદ પાક્યો.

બેદરકારીનો ભોગ બનતી જનતા: નોટિસ બાદ પણ અધિકારી ધાર્મિક દવેનું ભેદી મૌન


વડોદરાનાં કરોડીયા-ઉંડેરા રોડ પર મનપાનાં પાપે ચાલી રહેલા જોખમી ખોદકામ અને ઘોર લાપરવાહીને કારણે એક જાગૃત નાગરિકની કિયા સેલ્ટોસ કાર ખાડામાં ખાબકી હતી. આ જીવલેણ અકસ્માતમાં વાહનને થયેલા આર્થિક નુકસાન અને અસહ્ય માનસિક યાતના બદલ ભોગ બનનાર નાગરિકે એડવોકેટ મારફતે મ્યુનિસિપલ કમિશનર અને રોડ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને રૂ. 8,00,940ની કાનૂની નોટિસ ફટકારી છે. 15 દિવસમાં વળતર ન ચૂકવાય તો સિવિલ કોર્ટ અને ગ્રાહક સુરક્ષા આયોગમાં ઢસડવાની કડક ચીમકી આપી છે.

આ ગંભીર મુદ્દે જ્યારે 'ગુજરાતની અસ્મિતા' ન્યૂઝ દ્વારા મનપાના જવાબદાર કાર્યપાલક ઇજનેર ધાર્મિક દવેનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે તેમણે ફોન રિસીવ કરવાનું ટાળ્યું, જેનાથી પોતાની નબળાઈ સ્વીકારી લીધી હોય તેવું ચિત્ર સ્પષ્ટ થયું છે. સવાલ એ ઊભો થાય છે કે આ કાનૂની નોટિસ બાદ પાલિકાની ઘોર બેદરકારી અને ભ્રષ્ટાચાર જગજાહેર થઈ ચૂક્યો છે, 

 ત્યારે મ્યુનિસિપલ કમિશનર હવે જાગશે ખરા? શું જનતાના લોહી-પરસેવાના ટેક્સના પૈસા વેડફતા આવા લાપરવાહ કોન્ટ્રાક્ટરો અને તેમની સાથે મિલીભગત રાખીને સુપરવિઝન ન કરનારા ભ્રષ્ટ અધિકારીઓ સામે કોઈ કડક શિક્ષાત્મક પગલાં લેવાશે? તંત્ર અને કોન્ટ્રાક્ટરોની આ જુગલબંધીને કારણે સામાન્ય નિર્દોષ નાગરિકોએ ક્યાં સુધી આર્થિક નુકસાન અને માનસિક ત્રાસ ભોગવવો પડશે, તે એક મોટો સળગતો સવાલ છે.

Reporter: admin

Related Post